મહેસાણા : મહેસાણા જિલ્લાનાં બહુચરાજી પંથકમાં ગુરૂવારે બપોરે ગાજવીજ સાથે વરસાદ અને કરા પડ્યા હતા. વરસાદ 1 ઇંચ જેટલો પડ્યો હતો. રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ સર્જાતા ગુરૂવારે ઉતર ગુજરાતમાં કરા અને વાવાઝોડાના કારણે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજસ્થાનમાં હવાનું હળવું દબાણ સર્જાતા ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ સાથે માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદનાં કારણે ઉત્તરગુજરાતનાં મુખ્ય પાકો જેવા કે જીરુ, દિવેલા, એરંડા, રાયડાના પાકને ભારે નુકસાનની દહેશત છે. પહેલાથી જ ઇયળોનાં ઉપદ્રવનો સામનો કરી રહેલા ખેડૂતો માટે આ વરસાદ પડતા પર પાટુ જેવો છે. હવામાન વિભાગનાં અનુસાર વાતાવરણ વાદળછાયું રહેશે. જો કે હવે માવઠાની શક્યતા લગભગ નહીવત્ત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ, માવઠાથી ખેડૂતોની માઠી દશા બેઠી

સાંજે 4થી 6 દરમિયાન ચારથી પાંચ જોરદાર વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. દરમિયાન રાત્રે 8 વાગ્યે ફરી વરસાદ શરૂ થયો હતો. વરસાદનાં કારણે સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. આ ઉપરાંત બહુચરાજી નજીકમાં આવેલા સાંપાવાડા, સુરજ, ચંદ્રોડા, સુરપુરા સહિતનાં વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. બહુચરાથી હારીજ ના માર્ગ પર આવેલા સાંપવાડાના રોડ પર કરાઓનાં કારણે એવું દ્રશ્ય સર્જાયું હતું જાણે આ ગુજરાત નહી જમ્મુ કાશ્મીર હોય. જ્યાં રોડ પર બરફ પડ્યો હોય. 


અમદાવાદની ટ્રાફીકની માથાકુટ ઘટાડવા 7 નવા ફ્લાયઓવર બનાવવામાં આવશે
ક્રાઇમબ્રાંચે ચેઇન સ્નેચરને પકડ્યો: ચોરની ફિલ્મી સ્ટોરી સાંભળી આંખમાં આવશે આંસુ
ઘઉં અને જીરૂનો પાક નિષ્ફળ જાય તેવી શક્યતા
ગઇ કાલે મહેસાણામાં છુટો છવાયો વરસાદ પડ્યો હતો. જેના કારણે બહુચરાજી અને કડીના ખેડૂતોનું બીટી કપાસનો ફાલ પલળી ગયો હતો. વાવાઝોડામાં એરંડાનો પાક લચી પડ્યો હતો. ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતી છે. બીજી તરફ જીરુ અને કપાસને નુકસાન ભોગવવું પડે તેવી શક્યતા છે. જીરૂ અને ઘઉનું વાવેતર શરૂ થયું છે, તે ખેતરોમાં પાણી ભરાવાને કારણે આ પાક નિષ્ફળ જાય તેવી શક્યતાઓ છે.