જાવેદ સૈયદ/અમદાવાદ :હાલ રાજ્યમાં વાયુના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. હાલ અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો હતો. અમદાવાદમાં હળવા પવન સાથે ઝરમરથી ભારે વરસાદ ખાબકયો હતો. 


Breaking : ‘વાયુ’ની અસર ઉત્તર ગુજરાતમાં પણ થશે, કચ્છ સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ક્યાં ક્યાં વરસ્યો મેઘ
અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, વટવા, ઇસનપુર, જમાલપુર, સરખેજ, દરિયાપુર, વસ્ત્રાલ, શ્યામલ વેજપુલ વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. સાથે જ, સાબરમતી, રાણીપ, શાહીબાગ, રામોલ, સરખેજ, કાલુપુર, રાયપુર, આંબાવાડી, પ્રહલાદનગર, S.G. હાઈવે પર વરસાદ પડ્યો હતો. તો અમદાવાદના બાપુનગર, સરસપુર, રખિયાલ, મણિનગર, ઇસનપુર, નારોલ, ઘોડાસર, ઓઢવ, નિકોલ, નરોડા અને મેઘાણીનગર, અસારવા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હાલ પણ અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે. 


વડોદરા : 7 મજૂરોના પરિવારને રાજ્ય સરકારે 4 લાખની સહાય જાહેર કરી, દાખલ થઈ એટ્રોસિટીની ફરિયાદ



વસ્ત્રાપુર તળાવ ભરાશે
વર્ષો સુધી અમદાવાદનું હાર્દ સમા વસ્ત્રાપુર તળાવમાં પાણી ન હતું. પરંતુ આખરે વસ્ત્રાપુર તળાવને વરસાદી પાણીથી ભરવાની શરૂઆત આજથી કરાઈ છે. શનિવારે વરસાદી પાણીની લાઈનમાંથી પાણી રિલીઝ કરાયું હતું. ઇતિહાસમાં પ્રથમવાર ગટરના પાણી વગર તળાવ ભરવાની શરૂઆત કરાઈ હતી. ચોમાસા પહેલા વરસાદી લાઈનમાં જોડાયેલા ગટરના 10 કનેક્શન દૂર કરવામાં આવ્યા હતા. જેથી આજે ચોખ્ખુ પાણી તળાવમાં ઠલવાયુ હતું.


‘વાયુ’ના યુ ટર્નથી સૌરાષ્ટ્ર પાણી-પાણી, 61 તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે 


તો બીજી તરફ, ચાંદલોડિયા તળાવને પણ વરસાદી પાણીની ભરવામાં આવશે. તળાવમાં જતી વરસાદી પાણીની લાઇનના વાલ્વ ખોલી નંખાયા છે. ભારે વરસાદ આવતા જ ચાંદલોડિયા તળાવમાં પાણીની આવક થશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :