રાજેન્દ્ર ઠક્કર/ભુજ: રાજ્યના અનેક જિલ્લાઓમાં મેધમહેર થઇ રહી છે. તેવામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગત કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલા વરસાદને પગલે કચ્છના સફેદ રણમાં ઘૂટણ સમા પાણી ભરાઇ ગયા છે. સફેદ રણમાં પાણી ભરવાને કારણે અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના સૌથી પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ કચ્છના ઘોરડો ખાતે આવેલા સફેદ રણમાં વરસાદી પાણી આવી જતા સફેદ રણ સફેદ સમુદ્ર બન્યો હોય તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા. ધોરડો ટુરિસ્ટ વોચ ટાવર પાસે અદભૂત નજારો જોવા મળ્યો હતો. સફેદ રણ અને વરસાદી પાણીનો નજારો ખરેખર જોવા જેવો બન્યો હતો.


અમદાવાદ: હેરીટેજ મકાનનો ‘નિશુલ્ક નકશો’ બનાવાશે, ખાસ કલરમાં અપાશે ટેક્સ બીલ


સામાન્ય રીતે ગુજરાત અને દેશ વિદેશથી પ્રવાસીઓ અહિંયા સફેદ રણ નિહાળવા માટે આવતા હોય છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ થવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છા સહિતના વિસ્તારોમાં આવેલા ડેમ અને નદીઓમાં નવા નીરની આવક થઇ છે. રાજ્યના સરેરાશ લગભગ સિઝનનો 100 ટકા વરસાદ પડી ગયો છે.


જુઓ LIVE TV :