Gujarat Weather Update : સામાન્ય રીતે માર્ચના આરંભે ગરમીની શરૂઆત થતી હોય છે. પરંતુ હાલ આકાશમાંથી ગરમીના બદલે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યભરના વાતાવરણમાં એકાએક પલટો આવતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થયુ છે. તેમાં પણ અમરેલી વિસ્તારમાં તો મેઘરાજા ધોધમાર વરસ્યા. ધારીના ગોવિંદપુરમાં ભારે વરસાદ થતાં ગામ વચ્ચેથી વરસાદી પાણી વહેવા લાગ્યા હતા. તો આ તરફ બોટાદ અને ભાવનગરના પણ અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ કમોસમી એન્ટ્રી કરતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા હતા. હવામાન ખાતાની આગાહી મુજબ જામનગર જિલ્લામાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠુ થતા ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોચ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ પણ 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં માવઠાની આગાહી કરાઈ છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢમાં માવઠાની આગાહી કરાઈ છે. રાજકોટ, બોટાદ અને ડાંગમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. નર્મદા, દાહોદ અને બનાસકાંઠામાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર, દક્ષિણ અને સૈૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની શક્યતા જોવા મળી છે. માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. 


આ પણ વાંચો : 


હોળી પહેલાં આવી ખુશખબર, ખાવાની આ વસ્તુ થઈ સસ્તી, સરકારે આયાત ડ્યૂટી હટાવી


હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં માવઠા રૂપી વરસાદ પડી રહ્યો છે ત્યારે આજરોજ રાતના સમયે જામનગરમાં પણ માવઠા રૂપી વરસાદના અમી છાંટા પડતા રોડ રસ્તા ભીના થયા હતા અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ઉભા પાકને પણ નુકશાન પહોચ્યું છે. જામનગરમાં મોડી રાતના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે માવઠારૂપી વરસાદ શરૂ થયો હતો. જોકે માવઠા રૂપી વરસાદ શરૂ થતા રોડ રસ્તા ભીના થયા હતા અને વરસાદે રુદ્ર રુપ ધારણ કરતા જોરદાર વરસાદ ખાબક્યો હતો.


આજે પણ અમદાવાદમાં વરસાદની શક્યતા રહેશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઇન્ડ્યુસાઈસર સિસ્ટમ કે જે વાદળ લઈને આવે છે તે સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી છે. હાલ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા છે. બે દિવસ બાદ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થશે. સૌથી વધુ 38.8 ડિગ્રી તાપમાન સુરતમાં નોંધાયું છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે તેવું વૈજ્ઞાનિક વીજન લાલે જણાવ્યું. 


આ પણ વાંચો : 


2 મહિનાના નિચલા સ્તર બાદ વધવા લાગ્યા સોનાના ભાવ, જાણો શું છે લેટેસ્ટ કિંમત