સુરત : ચોમાસાની ઋતુ દરમિયાન અનરાધાર વરસાદ પડ્યા બાદ શિયાળાની શરૂઆત થઇ ચુકી છે. જો કે નવસારી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના આકાશમાં વરસાદી માહોલ છવાયો હોય તેમ કાળાડિબાંગ વાદળા ઉતરી આવ્યા છે. વરસાદી માહોલ વચ્ચે દિવાળીના દિવસે બપોર બાદ ધીમી ધારે છાંટા પડવા લાગ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડબલ મર્ડર: ખાવડાના હુસૈનવાંઢમાં ગૌચરના વાડા મુદ્દે પિતા-પુત્રની હત્યા

રસ્તા પણ ભીના થઇ જાય છે. દિવાળીના દિવસે વરસાદ રસ્તા પર બેસીને ફટાકડા વેચતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ખેડૂતોને ઉભા પાક અને નવા વવાયેલા પાકને લઇને ચિંતા સતાવી રહી છે. હાલમાં માવઠુ પડતાં લોકો ચિંતિત થઇ ઉઠ્યા છે. સ્થાનિક લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી. 


ભૂતપૂર્વ Dy.CM નરહરિ અમીન અને તેમના પત્ની કોરોના પોઝિટિવ, યુ.એન મહેતામાં સારવાર હેઠળ

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ શિયાળાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે વરસાદના કારણે લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. બીજી તરફ દિવાળીના સમયે વરસાદથી બજારમાં બહાર બેઠેલા લોકોની સ્થિતી પણ વિપરિત બની છે. બીજી તરફ ચોમાસુ પાક બરબાદ થયા બાદ હવે શિયાળુ પાકના સમયે પણ વરસાદના કારણે પાકને નુકસાનની ભીતી ખેડૂતો સેવી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube