Gujarat Weather 2024: આજે વરસાદે ઉત્તર ગુજરાતને ધમરોળી નાખ્યું છે. ભારે વરસાદથી ડીસા, પાલનપુર, વિજાપુરથી લઈને વિસનગર અને મહેસાણા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના મુખ્ય મથક ગણાતા મહેસાણામાં ધોધમાર વરસાદથી તબાહી મચી છે. મહેસાણામાં મોઢેરાથી રાધનપુર જતા મેઈન હાઈવે પર પાણી ભરાતાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિત જામ સર્જાયો છે. જો તમે મહેસાણામાં રહેતા હો તો ઘરમાં જ રહેજો નહીં તો તંત્રના પાપે અઢી ઈંચ વરસાદમાં આખુ શહેર બાનમાં લેવાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવું નથી કે મહેસાણામાં ભારે વરસાદ પડ્યો છે. પણ અઢી ઈંચ વરસાદમાં કલેક્ટરના બંગ્લા સામે પણ ઢીંચણ સમા પાણી છે. કલેકટરનો બંગલો એ ફુવારા વિસ્તારમાં આવેલો છે. જ્યાં થોડા વરસાદમાં પણ આ વિસ્તાર પાણીથી ડૂબી ગયો છે. હાલમાં મહેસાણામાં પ્રવેશ માટે ફક્ત વિસનગરનો રોડ ખુલ્લો છે. શહેરમાં ભમરીયા નાળું, ગોપીનાળું અને રાધનપુર ચોકડી નજીક પાણી ભરાઈ જતાં શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું છે. થોડા જ વરસાદમાં મહેસાણાની હાલત ખરાબ થઈ ગઈ છે. મહેસાણાને ભમરીયું નાળું અને ગોપી નાળું બે ભાગમાં વહેંચે છે. મહેસાણામાં વરસાદ પડે ત્યારે આ બંને નાળા બંધ થતાં તમારી પાસે ફક્ત રામોસણા થઈને શહેરમાં જવાનો રસ્તો રહે છે. 


આ વર્ષોની સમસ્યા છે પણ તંત્ર આ મામલાનો નિકાલ લાવી શક્યું નથી. મહેસાણામાં હાઈવે પર આવેલો અંડગ બ્રિજ પણ પાણીમાં ડૂબતાં હાઈવે પર કિલોમીટર લાંબી ટ્રાફિકની લાઈનો છે. શહેરમાં ઢીંચણ સમાં પાણી ભરાતાં મહેસાણાવાસીઓની હાલત ખરાબ છે. સ્થાનિક તંત્રના પાપે મહેસામા પાણીમાં ડૂબ્યું છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના નીચાણવાળા વિસ્તારો વિસનગર લિંક રોડ સ્થિતિ ચામુંડાનગર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. જેના પગલે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. હવે પાલિકાની કામગીરી પર સીધા સવાલ ઉઠ્યા છે.


મહેસાણાના વિજાપુરમાં 6 કલાકમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. અહીં પણ હાલત ખરાબ છે. વિજાપુરના અનેક રસ્તાઓ પાણીમાં છે. વિસનગર રોડ, ખત્રિકુવા ચક્કર વિસ્તારમાં પાણી છે. મહેસાણામાં પાણી ભરાવાના કારણે ગોપીનાળાનો એક તરફનો ભાગ બંધ કરી દેવાયો છે. મહેસાણાની પાણી એ ખારીમાં જાય છે પણ વિકાસના નામે અહીં પાણીના માર્ગો બંધ કરી દેવાતાં હવે સામાન્ય વરસાદમાં શહેર ડૂબી રહ્યું છે. મહેસાણાના ધારાસભ્ય નાસિક ફરી રહ્યાં છે. લોકો પાણીમાં પરેશાન છે પણ તંત્ર આ મામલે શું કરી રહ્યું છે એ સૌથી મોટો સવાલ છે. મહેસાણામાં પરા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. હાઈવે પણ પાણીમાં ડૂબી જતાં મહેસાણાથી પાલનપુરના ટ્રાફિકને સીધી અસર થઈ છે.