અમદાવાદ :ગુજરાતના સૌથી મોટા પર્વ નવરાત્રિ (Navratri 2019) માટે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ગુજરાતના દરેક ગામ, દરેક શહેરમાં તેનો ઉત્સાહ પણ તૈયારીઓ પણ જોવા મળી રહી છે. પણ સાથે જ  આ વખતે વરસાદને કારણે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે. આ વર્ષે નવરાત્રિમાં વરસાદ (Heavy Rain) વિધ્ન બનીને આવી શકે છે. કારણ કે, અરબી સમુદ્ર પર સર્જાયેલું ડિપ્રેશન સર્જાયું ભર નવરાત્રિએ વરસાદ લાવી શકે છે. આ દિવસોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન (weather) ખાતાની આગાહી મુજબ, 19થી 26 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત (Gujarat) માં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યના અનેક શહેરોમાં સારો વરસાદ વરસવાનો છે.  


નડિયાદ : નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પતિએ આયોજિત કરેલી રેવ પાર્ટી પર પોલીસના દરોડા, 15 નબીરા ઝડપાયા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેસરને કારણે ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે. ત્યારે અમરેલી પીપવાવ પોર્ટ અને જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. સાથે જ માછીમારોને દરિયોના ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીનાં પગલે જાફરાબાદ બંદરની તમામ 700 જેટલી બોટો દરિયામાંથી કિનારે પરત ફરી હતી. સાવચેતીના પગલે જાફરાબાદની તમામ 700 જેટલી બોટોને કિનારે પરત બોલાવી લેવાઈ હતી. તો બીજી તરફ, દરિયામાં કરંટ અને પવનના કારણે માછીમારો જાતે જ કિનારે બોટો લઈ પરત ફર્યા હતા. 



બીજી તરફ, વરસાદના એલર્ટ વચ્ચે ઉનાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડાના પગલે દરિયો ગાંડોતૂર જોવા મળ્યો હતો. ઉનામાં પણ ફિશિંગ માટે ગયેલી તમામ બોટો તંત્રના એલર્ટ બાદ પરત ફરી હતી. તો પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિગ્નલ આપીને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ હતી. આમ, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમને લીધે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અમદાવાદ સહિતના ભાગમાં વરસાદની સંભાવના છે. નવરાત્રિમાં પણ બેથી ત્રણ દિવસ વરસાદ પડી શકે છે. જેને કારણે ગરબાના આયોજકો ચિંતામાં મૂકાયા છે. 



હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ, આગામી બે દિવસમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થવાનું છે. જેને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. 19થી 20 સપ્ટેમ્બર સુધી આ સિસ્ટમ મુંબઈ અને દક્ષિણ ગુજરાત આસપાસ પહોંચશે. જેના બાદ 26 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં અનેક શહેરોમાં વરસાદનું જોર રહેશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેશે. જેથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આમ, 10 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :