VIDEO:રાજ્યભરમાં મેઘરાજા રિટર્ન્સ, 141 તાલુકામાં હળવાથી ભારે વરસાદ, NDRFની ટીમો તહેનાત
ગુજરાત રાજ્યમાં વરસાદની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઇ છે. રાજ્યના 141 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 7 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યના 13 તાલુકામાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. 28 તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 59 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં વરસાદની ફરીથી ધમાકેદાર એન્ટ્રી થઇ છે. રાજ્યના 141 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના 7 તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજ્યના 13 તાલુકામાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. 28 તાલુકામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 59 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
NDRFની ટીમ નવસારી અને રાજકોટ પહોંચી, વલસાડમાં પણ એક ટીમ તહેનાત
સમગ્ર રાજ્યમાં વરસાદની ધમાકેદાર રીએન્ટ્રી થઈ છે. જેના પગલે એનડીઆરએફની એક ટીમ નવસારી અને રાજકોટ મોકલાઈ છે. જ્યારે વલસાડમાં પણ એક ટીમ તહેનાત કરાઈ છે. ગાંધીનગર અને વડોદરામાં અન્ય ટીમો સ્ટેન્ડબાય રખાઈ છે. કેરળમાં ભારે વરસાદના પગલે ગુજરાતમાંથી એનડીઆરએફની 6 ટીમો રવાના કરાઈ છે.
અમદાવાદમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ
લાંબા વિરામ બાદ અમદાવાદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ગયું છે. સવારે 5 વાગ્યાથી વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે. અખબાર નગર, રાણીપ, નારણપુરા સહિત સમગ્ર વિસ્તારોમાં વરસાદનું આગમન જોવા મળ્યું છે. હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય બની છે. આ ઉપરાંત રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારોના માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી રાજ્યમાં 56 ટકા વરસાદ નોંધાયો છે.