અમદાવાદ : રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઠંડક ફેલાઈ છે. દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં આ પરિવર્તન આવ્યું છે. વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા તેમજ પોરબંદરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ છે. નોંધનીય છે કે આજે અને આવતીકાલે કુલ બે દિવસ વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 10માં ભાષાનું પેપર અને ધોરણ 12માં ભૌતિક વિજ્ઞાનનું, આજથી શરૂ થતી બોર્ડ એક્ઝામની તમામ વિગતો જાણવા કરો ક્લિક...


રાજ્યના મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતા ધુમ્મસ છવાયું છે. આ ધુમ્મસને પગલે વિઝિબિલિટી ઓછી થઈ જતા વાહનચાલકોને મુશ્કેલી મુકાયા છે. આ સિવાય કમોસમી વરસાદની ભીતિએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. 


સુરતમાં વાઘ અને દિપડાનાં ચામડા સહિતનાં 40 લાખનાં મુદ્દામાલ સાથે 2ની ધરપકડ


આજે હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. દ્વારકાના આસપાસના વિસ્તારોમાં પણ એની અસર થઈ છે. આ વરસાદથી રસ્તાઓ ભીના થયા છે અને લોકજીવન પ્રભાવિત થયું છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દ્વારકા સિવાય લખપત તાલુકાના દયાપર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube