અંબાજી, ખેડબ્રહ્મા, સાપુતારામાં મેઘરાજાની પધરામણી, રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ
રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણને કારણે ઠંડક જોવા મળશે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થતાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. ખેડબ્રહ્મા, અંબાજી અને સાપુતારામાં મેઘરાજાની પધરામણી થઇ છે.
અમદાવાદ: ગુજરાતમાં હજુ વરસાદ માટે રાહ જોવી પડશે. રાજ્યમાં 15 જુનથી વરસાદી માહોલ જામશે. આગામી 23થી 25 જૂન વચ્ચે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વખતે રાજ્યમાં સામાન્ય વરસાદ જોવા મળશે. આ ઉપરાંત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણને કારણે ઠંડક જોવા મળશે. રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થતાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે.
ખેડબ્રહ્મા, અંબાજી અને સાપુતારામાં મેઘરાજાની પધરામણી થઇ છે. સિઝનનો પ્રથમ વરસાદ ગાજવીજ સાથે શરૂ થયો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સિઝનનો પ્રથમ વરસાદ ગાજ વીજ સાથે શરૂ થયો છે. વરસાદ લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ગિરિમથક સાપુતારા ખાતે ગત બે કલાકથી ધીમીધારે એકધાર્યો વરસાદ શરૂ થતાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
રાજ્યમાં 10થી 13 જૂન વચ્ચે વરસાદનું વિધિવત આગમન થશેઃ હવામાન વિભાગ
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાં પડતાં ગરમીથી થોડી રાહત થઈ છે. તો બીજી તરફ લોકો બફારાનો અનુભવ કરી રહ્યાં છે. અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ હળવા ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
મુંબઈમાં ભારે વરસાદ, અમુક વિસ્તારોમાં રસ્તા પર ભરાયા પાણી
પાટણ જિલ્લામાં આજે પણ વાતાવરણમાં પલટો નોંધાયો. આખુ આકાશ કાળા વાદળોથી ઘેરાયા છતા નાગરિકો મેઘરાજાનું આગમન ક્યારે થશે તેની કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધ્યા બાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડા પવન ફૂંકાઇ રહ્યો હોવાથી ઠંડક પ્રસરી જવા પામી છે.
તો આ તરફ અરવલ્લી જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયા વાદળછાયા વાતાવરણથી ગરમીમાં મળી રાહત અનુભવાઇ રહી છે. ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે અને ધરતીપુત્રોમાં આનંદ ખેતી કામમાં જોતરાયા છે.