સ્નેહલ પટેલ/નવસારી: ડાંગ જિલ્લા અને નવસારી જિલ્લાની વરસાદની તોફાની અને જંજાવટી બેટિંગને લઈને નવસારી જિલ્લાની કાવેરી અને અંબિકા નદી રોદ્ર સ્વરૂપમાં આવી છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. ખાસ કરીને કાવેરી નદીના પ્રભાવમાં આવેલ બીલીમોરા શહેરનો દેસરા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વહીવટી તંત્રએ એનડીઆરએફની ટીમ તૈનાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેસરા વિસ્તારમાંથી 28 પરિવારના 122 લોકોનું સરકારી શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે વાડિયા શિપયાર્ડ વિસ્તારથી 21 અસરગ્રસ્ત લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. એન.ડી.આર.એફની ટીમ સાથે સ્થાનિક બીલીમોરાના ફાયર વિભાગ પણ સ્ટેન્ડબાય તરીકે મૂકી દેવામાં આવ્યો છે. જોકે કાવેરી અને અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ઘટતા પરિસ્થિતિ કાબુમાં આવે એમ છે.


ડીવાયએસપી જે.એમ ભરવાડ 8 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા


જુઓ LIVE TV:



ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે નવસારીની કાવેરી નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ત્યારે કાવેરી નદીના કાઠે આવેલા ગામોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે. સાથેજ ચીખલી નજીક આવેલ કાવેરીનદીના રીવરફ્રન્ટ ખાતે કાવેરીનદીના નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય સહિતના લોકોએ પરિસ્થિતનો તાગ મેળવ્યો છે. અને વહીવટી તંત્ર દ્વારા પર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.