અલ્કેશ રાવ/બનાસકાંઠા :છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં સર્વત્ર બહુ જ સારો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વાવ પંથકમાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પરંતુ ભારે વરસાદ બાદ વાવના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. 9.5 ઈંચ વરસાદથી સમગ્ર વાવ પંથક પાણીપાણી થઈ ગયું છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યાં છે.


વરસાદમાં ખીલેલા ગીરા ધોધ અને ગિરિમાળ ધોધના દ્રશ્યો જોઈ આંખો પર વિશ્વાસ નહિ થાય, જુઓ Photos


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવમાં 9.5 ઈંચ વરસાદ પડતાં જળબંબાકાર
9.5 ઈંચ વરસાદથી આખુ વાવ પંથક પાણી પાણી થઈ ગયું છે. વાવ તાલુકાના મોરિખા ગામે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. આ કારણે મોરિખા ગામના વાલ્મિકી પરિવારોએ શાળા અને ઊંચાંણ વાળા વિસ્તારોમાં આશરો લીધો હતો. તો વાવના હરિપુરમાં ગામમાં પણ ઘરોમાં પાણી ઘૂસ્યા છે. વાવના વાવડી ગામની શાળા બેટમાં ફેરવાઇ ગઈ છે. 


મુસાફરો ઓછા મળતા અમદાવાદ મેટ્રોનું શિડ્યુલ બદલાયું, હવે આ સમયે દોડશે


માડકા ગામમાં તળાવ ફાટ્યું
9.5 ઈંચ વરસાદને પગલે વાવમાં આવેલું માડકા ગામનું તળાવ ફાટ્યું છે. તળાવ ફાટતાં વરસાદી પાણી ગામના ઘરોમાં ઘૂસ્યા છે. ગામના અનેક ઘરોમાં પાણી ઘુસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોની મદદ કરવા સરકારી ટીમ પહોંચી ગઈ છે. વાવ મામલતદારની ટીમ માડકા ગામમા પહોંચી છે, અને લોકોને બચાવી રહી છે. 



વાવડી ગામમાં લોકો ભૂખ્યાં
તો બીજી તરફ, વાવના વાવડી ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી પાણીમાં ગરકાવ થઈ છે. પાણીમાં ફસાયેલા વાવડીના લોકો સવારથી ભૂખ્યા અને તરસ્યા છે. 


બનાસકાંઠાના વાવમાં પડેલા ભારે વરસાદના લીધે અનેક ઘરોમાં પાણી ભરાયા છે. વાવમાં બે કાચા મકાનો ધારાશાયી થયા છે. તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોમાં હરખ સમાતો નથી. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :