ગુજરાતમાં ચોમાસું વિદાય તરફ, રાજ્યમાં 23 ટકા વરસાદની ઘટ
રાજ્યભરમાં ચોમાસું હવે પૂર્ણ થવાના આરે છે. પરંતુ હજુપણ વરસાદની ઘટ જોવા મળી રહી છે. સામાન્ય રીતે દર વર્ષ કરતા આ વર્ષે રાજ્યમાં 23 ટકા વરસાદની ઘટ છે.
ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાતમાં 23 ટકા વરસાદની ઘટ સાથે ચોમાસુ વિદાય તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદ આપે તેવી કોઇ સીસ્ટમ હાલમાં સક્રિય નથી. રાજ્યમાં અત્યાર સુધી માત્ર 77 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 10 તાલુકા એવા છે જ્યાં પાંચ ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નાંધાયો છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝન લગભગ પૂરી થવાની તૈયારીમાં છે. હવે આગામી સમયમાં વધુ વરસાદ પડવાની કોઈ શક્યતા પણ દેખાતી નથી. ત્યારે આવાનારા 8 મહિનામાં રાજ્યમાં પાણીનું વ્યવસ્થાપન સરકાર માટે મુશ્કેલી સમાન બનશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા દરમ્યાન કુલ સરેરાશ 831 મી.મી આશરે ૩૩ ઈંચથી વધુ વરસાદ પડે છે. તેની સામે અત્યાર સુધીમાં 636.31 મી.મી., આશરે 25 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જે સરેરાશ વરસાદની સામે 76.57 ટકા વરસાદ પડ્યો છે. અર્થાત રાજયના કુલ સરેરાશ વરસાદની સામે 8 ઈંચ, એટલે કે 23.43 ટકા વરસાદની ઘટ છે.
ગુજરાતમાં જિલ્લાવાર પડેલા વરસાદની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ 723 મીમી વરસાદ થતો હોય છે જેની સામે ચાલુ વર્ષે માત્ર 346 મીમી વરસાદ નોંધાયો છે. જે 47.83 ટકા છે એટલે કે 52 ટકા વરસાદની ઘટ ઉત્તર ગુજરાતમાં છે.
જિલ્લો સરેસાશ વરસાદ ચાલુ વર્ષનો વરસાદ ટકા
કચ્છ 417 મીમી 111 મીમી 26
પાટણ 600 મીમી 184 મીમી 30.70
બનાસકાંઠા 632 મીમી 210 મીમી 33.24
મહેસાણા 743 મીમી 275 મીમી 36.96
સાબરકાંઠા 853મીમી 592મીમી 69.34
અરવલ્લી 869મીમી 694મીમી 79.86
ગાંધીનગર 785 મીમી 348 મીમી 44.30
પૂર્વ અને મધ્ય ગુજરાતમાં સરેરાશ 827 મીમી વરસાદ વરસતો હોય છે, જેની સામે ચાલુ વર્ષે માત્ર 591 મીમી એટલે કે 71.54 ટકા વરસાદ વરસ્યો છે. અહીં 27.44 ટકા વરસાદની ઘટ છે.
જિલ્લો સરેરાશ વરસાદ ચાલુ વર્ષનો વરસાદ ટકા
અમદવાદ 714મીમી 291મીમી 40.81
ખેડા 836મીમી 605મીમી 72.32
આણંદ 780મીમી 821મીમી 105.29
વડોદરા 887મીમી 543મીમી 61.23
છોટાઉદેપુર 1050મીમી 757મીમી 72.13
પંચમહાલ 908મીમી 774મીમી 85.24
મહિસાગર 761મીમી 481મીમી 63.27
દાહોદ 760મીમી 569મીમી 74.85
સૌરાષ્ટ્ર પંથકની વાત કરવામાં આવે તો સરેરાશ 679 મી.મી વરસાદ વરસતો હોય છે, જેની સામે ચાલુ વર્ષે 494 મી.મી વરસાદ એટલે કે 72.76 ટકા વરસાદ પડ્યો છે. જે સામાન્ય કરાતાં 26.24 ટકા ઓછો છે.
જિલ્લો સરેરાશ વરસાદ ચાલુ વર્ષનો વરસાદ ટકા
સુરેન્દ્રનગર 585મીમી 246મીમી 42.09
રાજકોટ 662મીમી 365મીમી 55.07
મોરબી 523મીમી 228મીમી 43.63
જામનગર 635મીમી 340મીમી 53.54
દેવભુમી દ્વારકા 632મીમી 291મીમી 46.03