Cyclone Biparjoy: વાવાઝોડા પહેલા ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદ, છેલ્લા 24 કલાકમાં 77 તાલુકાને ઘમરોળ્યા
Cyclone Biparjoy: હવામાન વિભાગના ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વરસાદ પડ્યો છે. રાજ્યના 12 જિલ્લાના 77 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. 24 કલાકમાં સૌથી વધારે ગીર સોમનાથના સુત્રાપાડ વરસાદ ખાબક્યો છે.
Cyclone Biparjoy: બિપોરજોય વાવાઝોડાની તીવ્ર અસરના કારણે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વરસાદ પડ્યો છે. રાજ્યના 12 જિલ્લાના 77 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. 24 કલાકમાં સૌથી વધારે ગીર સોમનાથના સુત્રાપાડ વરસાદ ખાબક્યો છે.
ખંભાળિયાાં સૌથી વધુ 4 ઈંચ તો 24 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. દ્વારકાના ખંભાળિયાના સૌથી વધુ 4 ઈંચ વરસ્યો છે, જ્યારે 25 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. સુત્રાપાડમાં 24 કલાકમાં 8.5 ઈચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં 8.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના મેંદરડામાં 7.5 ઈચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ માળીયા હાટીનામાં 7 ઈચથી વધુ વરસાદ પડ્યો છે. જૂનાગઢના કેશોદમાં 6.5 ઈચથી વધુ વરસાદ પડ્યો છે.
વાવાઝોડા પહેલા ક્યાં-ક્યાં પડ્યો વરસાદ
સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ, વેરાવળમાં 9 ઈંચ વરસાદ. મેંદરડામાં 8 ઈંચ વરસાદ, માળીયા હાટીમાં 8 ઈંચ વરસાદ, કેશોદમાં 7 ઈંચ વરસાદ, માંગરોળમાં 6 ઈંચ વરસાદ, તાલાલામાં 6 ઈંચ વરસાદ, વંથલીમાં પાંચ ઈંચ, માણાવદરમાં પાંચ ઈંચ વરસાદ, જૂનાગઢમાં ચાર ઈંચ વરસાદ, ઉપલેટામાં ત્રણ ઈંચ વરસાદ, વિસાવદરમાં ત્રણ ઈંચ વરસાદ, ભાણવડમાં ત્રણ ઈંચ વરસાદ, કુતિયાણામાં અઢી ઈંચ વરસાદ, કોડીનારમાં અઢી ઈંચ વરસાદ, પોરબંદરમાં સવા બે ઈંચ વરસાદ, જામજોધપુરમાં સવા બે ઈંચ વરસાદ, ઉનામાં સવા બે ઈંચ વરસાદ, રાણાવાવમાં સવા બે ઈંચ વરસાદ, ધોરાજીમાં બે ઈંચ વરસાદ, જામનગરમાં દોઢ ઈંચ વરસાદ, બગસરામાં દોઢ ઈંચ વરસાદ, કલ્યાણપુરમાં દોઢ ઈંચ વરસાદ, ખંભાળીયા, કાલાવડમાં એક એક ઈંચ, જામખંભાળીયામાં એક ઈંક, ખાંભા, જેતપુરમાં એક એક ઈંચ, અમરેલીમાં એક ઈંચ વરસાદ, ભેસાણમાં એક ઈંચ વરસાદ, લાલપુરમાં એક ઈંચ વરસાદ, વડીયામાં એક ઈંચ વરસાદ, બાબરામાં એક ઈંચ વરસાદ, સાવરકુંડલામાં પોણો ઈંચ વરસાદ, ગીર ગઢડામાં પોણો ઈંચ વરસાદ
ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજની એન્ટ્રી
ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજની એન્ટ્રી થઈ. વલસાડ, અમરેલી અને બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. વલસાડના રોલા અને ડુંગરી ખાતે પવન સાથે ભારે વરસાદ વરસ્યો. અમરેલીના પીપાવાવ કોસ્ટલ એરિયામાં વરસાદ વરસ્યો. તો બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો. ભારે પવન સાથે બોટાદ ઉપરાંત ગઢડા, ઢસા, બરવાળા અને રાણપુરમાં વરસાદ પડ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગુજરાતમાં 5 દિવસ વરસાદ બોલાવશે બઘડાટી
ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. કાલે કચ્છ અને દ્વારકામાં અતિભારે વરસાદ વરસશે. આજથી આખા ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 15, 16 અને 17 જૂને વરસાદની આગાહી કરાઈ છે.
ST વ્યવહાર પર દેખાઈ બિપરજોય વાવાઝોડાની અસર
બિપરજોય વાવાઝોડાની અસર એસટી વ્યવહાર પર જોવા મળી. જી હાં રાજકોટ એસ ટી વિભાગે અમુક રૂટની બસ રદ કરી દીધી છે. આજથી ત્રણ દિવસ માટે રાજકોટથી દીવ, રાજકોટથી સોમનાથ અને રાજકોટથી નારાયણ સરોવરની બસ રદ કરવામાં આવી છે. જ્યારે વીજ પોલ કે ઝાડ નીચે એસટી બસ ઉભી ન રાખવા ડ્રાઈવર અને કંડક્ટરને કડક સૂચના અપાઈ છે. વાવાઝોડાની શક્યતા અને ભારે પવનના કારણે એસટી તંત્રએ સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો છે. તો બીજી તરફ પોરબંદર ST ડેપોના તમામ 59 રૂટ બંધ કરાયા છે. આગામી 15 તારીખ સુધી તમામ બસ સેવા બંધ રહેશે. પોરબંદર રૂટ પર દોડતી તમામ 64 બસને પાર્ક કરી દેવામાં આવી છે.
હવે વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લામાંથી કચ્છ અને સૌરાષ્ટ્ર જતી બસ રદ કરઈ છે. મોડાસા ડેપોમાંથી મોડાસા-સોમનાથની બસ રદ કરાઈ છે. જ્યારે બાયડ ડેપોમાંથી બાયડ અને દ્વારકા, બાયડ-ભુજની બસ રદ કરાઈ છે. બિપરજોયની અસરને પગલે અરવલ્લી જિલ્લાની ત્રણ બસ 15 તારીખ સુધી રદ કરાઈ છે.
બિપરજોય વાવાઝોડાને પગલે તમામ તૈયારી
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસરથી દરિયાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ સ્થિતિમાં અનેક દરિયા કિનારાઓ પર કલમ 144 લાગુ. દરિયામાં ઉંચા મોજા ઉછળતાં આસપાસમાં વસવાટ કરતાં લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. આ સાથે તંત્રએ અસગ્રસ્ત વિસ્તારોમાં SDRF અને NDRF ટીમ તૈનાત કરી છે. બીજી તરફ લોકોની સહાય માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી જરૂરિયાત મુજબ લોકોને આ ફૂડ પેકેટ પહોંચી શકાય.
વાવાઝોડાના પગલે એમ્બ્યુલન્સ સેવા વધારવામાં આવી
બિપોરજોય વાવાઝોડાના પગલે એમ્બ્યુલન્સ સેવા વધારવામાં આવી છે. કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં સાત એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે. વધારાની સાત એમ્બ્યુલન્સ કોસ્ટલ વિસ્તારમાં મોકલવામાં આવી છે. જરૂર પડશે તો સરકારી ગાઈડલાઈન મુજબ શહેરી વિસ્તારમાં રહેલી એમ્બ્યુલન્સ કોસ્ટલ વિસ્તારમાં રવાના કરાશે. તો પ્રભાવિત જિલ્લાના આસપાસના જિલ્લાની એમબ્યુલન્સને પણ સ્ટેન્ડ બાય રખાઈ છે.
બિપરજોય વાવાઝોડાની અસરના લીધે રેલ વ્યવહાર પ્રભાવિત
બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડની અસરના લીધે સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી ટ્રેન પર અસર થઈ છે. પોરબંદર, વેરાવળ અને ઓખા જતી મોટા ભાગની ટ્રેન રદ કરાઈ છે. રેલવે તંત્રએ ગાંધીધામ અને ભુજ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. હેલ્પલાઈન નંબર પરથી મુસાફરો મદદ માગી શકશે.
ઉલ્લેખનીય છે કે 137 ટ્રેનમાંથી મોટા ભાગની ટ્રેન રદ અને કેટલીક ટ્રેન શોર્ટ ટર્મિનેટ થઈ છે. જેથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભુજ-મુંબઈ કચ્છ એક્સપ્રેસ, ગુજરાત મેલ, સોમનાથ એક્સપ્રેસ, સયાજીનગરી એક્સપ્રેસ, ભુજ-બરેલી એક્સપ્રેસ ટ્રેન રદ કરાઈ અને રૂટમાં ફેરફાર કરાયો છે.