રાજ્યના 20 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ, કેટલીક જગ્યાએ કરા પડ્યા, ખેડૂતોની ચિંતા વધી
ગુજરાતમાં ભર ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ જામી ગયો છે. ગરમીની સીઝનમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે.
અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા, અમરેલી, ભરૂચ, ભૂજ સહિત ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. તો કેટલીક જગ્યાએ ભારે પવન ફુંકાઈ રહ્યો છે. ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. પાટણના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અહીં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. અચાનક જિલ્લામાં કમોસમી માવઠું પડ્યું છે. સમી, શંખેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. અહીં ગાજવીજ સાથે પવન ફૂંકાયો છે, જ્યારે જિલ્લાના અનેક વિસ્તારમાં માવઠાના વાદળોથી ખેડૂત ચિંતીત છે. શંખેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે માવઠું થયું છે. ઘઉં, ચણા, જીરું સહિતના પાકને નુકશાનની ભીતિ છે. ગુજરાતના 20 જેટલા જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે.
રાજ્યમાં આ જગ્યાએ કમોસમી વરસાદ
ભરૂચ જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અહીં ભારે પવન ફૂંકાવાને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. પવનને કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. તો મોરબીમાં પણ બપોર બાદ અચાનક વરસાદ શરૂ થઈ ગયો હતો. આજે હોળી હોવાને કારણે હોલિકા દહનના કાર્યક્રમમાં પણ આ કમોસમી વરસાદે મુશ્કેલી ઉભી કરી છે.
ગુજરાતમાં સરકારી નોકરીનો ખજાનો ખુલશે, પીએમ મોદીએ આપી ખુશખબર
આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વડગામ, પાલનપુર, ડીસા, ધાનેરા, લાખણી, થરાદ સહિતના વિસ્તારોના વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો હતો. અહીં વરસાદ શરૂ થયો હતો. અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. ખેડૂતોને પોતાના પાકમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. આ સિવાય પાદરા, અમરેલી જિલ્લાના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.
રવિ પાકો ધાણા, ઘઉં, ચણા, જીરું, લસણ, ડુંગળી સહિતના પાકોમાં નુકસાન
કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી ચણા, ઘઉં, ધાણા, લસન, ડુંગળી, જીરૂ, સહિતના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગોંડલ અને કોટડા સાંગાણી પંથકના ખેડૂતને મોટું નુકસાનની ભીતિ જોવા મળી હતી. પાંચિયાવદર માં 2500 થી 3000 વીઘામાં ખેડૂતના પાકોમાં વરસાદી માવઠાથી લાખોનું નુકસાનની ભીતિ જોવાઈ રહી છે તેવું પાંચિયાવદરના ઉપસરપંચ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું.
આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પહેલીવાર ધારાસભ્યો રમશે હોળી, 100 કિલો કેસૂડો મંગાવાયો
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube