24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પાશીના અને સતલાસણામાં 6 ઈંચ
આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીના અને મહેસાણાના સતલાસણમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
હિતલ પારેખ, ગાંધીનગર: આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 77 તાલુકામાં વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના પોશીના અને મહેસાણાના સતલાસણમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બંગાળના દરિયામાં લો પ્રેસર બન્યું હતું તે આગળ વધી રહ્યું છે. જેને પગલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતાઓ છે.
આ પણ વાંચો:- મોડાસામાં ટ્રક અને ટેમ્પા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બેનાં મોત
ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: પોશીનામાં 6 ઈંચ, પાટણમાં પાણી ભરાતા લોકો અટવાયા