હિતલ પારેખ/અમદાવાદ: દિવસ દરમિયાન રાજ્યના 205 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, કે આગામી 24 કલાકમાં રાજ્યના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વડોદરામાં વહેલી સવારથી જ વરસાદમાં ભારે વરસાદ પડ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન વડોદરા શહેરમાં 20ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેથી મોટા ભાગના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યાં પડ્યો કેટલો વરસાદ?


  • રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડોદરામાં દિવસ દરમિયાન 20 ઇંચ જેટલો વરસાદ પડ્યો

  • છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન જ સાત ઇંચ વરસાદ વડોદરામાં તૂટી પડ્યો

  • વડોદરાના ડભોઇમાં છ ઇંચ કરતાં વધુ વરસાદ પડયો

  • છેલ્લા બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ ડભોઇમાં

  • પંચમહાલના હાલોલ માં પણ છ ઈંચ જેટલો વરસાદ

  • હાલોલમાં છેલ્લા બે કલાકમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડયો


    અમદાવાદ: વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી, ઠેર-ઠેર ટ્રાફિક જામ


    વડોદરામાં વિકટ પરિસ્થિતિ 
    બુધવારે દિવસ દરમિયાન વડોદરા શહેરમાં આશરે 20 ઈંચ કરતા પણ વધુ વરસાદ પડવાને કારણે શહેરમાં સ્થિતિ અસ્થવ્યસ્થ થઇ ગઇ હતી. શહેરના અનેક વિસ્તારોમાં પાણી કમર સુધીના પાણી ભરાઇ ગયા હતા. શહેરમાં 50 કરતા વધુ સોસાયટીઓમાં પાણી ભરાઇ જવાને કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કારેલીબાગ તુલસીવાડીની વસાહત પાણીમાં ગરકાવ થઇ જતા લોકોએ જીવ બચાવા માટે ઘરના છાપરે ચડ્યા હતા. ફાયર બ્રિગેડ દ્વારા 25 જેટલા લોકોનું રેસ્ક્યું પણ કરવામાં આવ્યું હતું.


    વડોદરામાં આભ ફાટ્યું: 6 કલાકમાં 18 ઇંચ, વરસાદના વિરામથી હાશકારો


    વડોદરાના ડભોઇમાં 6 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે હાલોલમાં પણ છ ઇંચ જેટલો વરસાદ નોધાયો હતો. રાજ્યના આઠ તાલુકમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોધાયો હતો. જ્યારે 24 તાલુકામાં 3 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે 52 તાલુકાઓમાં બે ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો. 


    મહત્વનું છે કે, વડોદરામાં પડેલા ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં તાત્કાલિકની બેઠક બોલાવી હતી. રાજ્યના મુખ્ય સચિવ ડો. જે એન સિંહ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, રાહત કમિશનર એમ કે કોઠારી, એરફોર્સ, એન ડી આર એફ સહિતની એજન્સીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. 


    જૂઓ LIVE TV.....