જયેશ ભોજાણી/ગોંડલ: રાજકોટના ગોંડલ વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડા પવનો ફુકાવા લાગ્યા હતા અને અચાનક વરસાદ શરૂ થયો હતો. જ્યારે ગોંડલના ભુણાવા ગામ પાસે તો ફૂકાયેલા પવન સાથે વરસાદ અને કરા પણ પડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં આવેલા અચાનક વાતાવરણના પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. ખેડૂતોના ઉનાળું પાકમાં ભારે માત્રામાં નુકશાન અવવાની સંભાવનાઓ છે. કમોસમી વરસાદ પડવાથી રવિ પાકને ભારે નુકશાન થવાની ભીતી હતી. જેથી ખેડૂતોમાં ચિંતા વઘી હતી.


અમદાવાદ: સસ્તાદરે મકાનની લાલચ આપીને ગરીબો સાથે થઇ લાખોની છેતરપિંડી



ગોંડલના ચોમાસા જેવો ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જેથી હડમતાલા, ભરૂડી, પીપળીયા ગામ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા સમગ્ર ગોંડલ પંથકમાં વરસાદ પડ્યો હતો. જ્યારે બે જગ્યાએ વીજળી પડી હોવાના અહેવાલ પણ મળ્યા હતા. વરસાદ પડવાને કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.