ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની સીઝન જામી રહી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં સારો વરસાદ થઈ રહ્યો છે. આજે સવારથી સાંજે 6 કલાક સુધી રાજ્યના 128 તાલુકાઓમાં વરસાદ થયો છે. સાંજે 4થી 6 કલાક સુધીમાં કચ્છના લખપતમાં બે ઈંચ, માંડવીમાં દોઢ ઈંચ, જામનગરના જામજોધરુરમાં દોઢ ઈંચ અને દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં એક ઈંચથી વધુ વરસાદ થયો છે. તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં આજે 128 તાલુકાઓમાં વરસાદ
ગુજરાતમાં આજે સવારથી લઈને સાંજે છ કલાક સુધી 128 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ જુનાગઢના માણાવદરમાં 4 ઈંચ પડ્યો છે. તો તાપીના ડોલવાનમાં ચાર ઈંચ, મહિસાગરના વિરપુરમાં ચાર ઈંચ અને દ્વારકાના ખંભાળિયામાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો છે. આ સિવાય નવસારી, જુનાગઢ, વલસાદ, કચ્છ, સહિત અનેક જિલ્લામાં વારો વરસાદ થયો છે. 


આ પણ વાંચોઃ ઈઝરાયલની બાગાયત ખેતી પદ્ધતિથી કચ્છમાં 19,000 હેક્ટરમાં ખેડૂતોએ કર્યું ખારેકનું વાવેતર


હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 3 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ-દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 


રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસમાં વડોદરા, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાડ, તાપી સહિત અન્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube