રાજકોટઃ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો...જેમાં રાજકોટના જસદણમાં ભારે પવન સાથે વરસાદી છાંટી પડ્યા હતા. તો ગોંડલ,વીરપુર,જેતપુર પંથકમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું. કમોસમી વરસાદના કારણે ખેડૂતપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ દેવભૂમિ દ્વારકાના વીંજલપર અને વિરામદળ ગામમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો. ત્યારે ખેડૂતોની ખેતપેદાશ મગફળી,જીરું,ધાણા ખેતરમાં હોવાથી ભારે નુકશાનની સંભાવના છે. કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે.