સૌરાષ્ટ્રના 7, દક્ષિણ ગુજરાતના 5 અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
હવામાનમાં એકાએક પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં અને મધ્ય ગુજરાતના 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ નોંધાયો છે. માવઠાએ ખેડૂતોની ઊંધ ઉડાવી દીધી છે. અમદાવાદથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠું પડ્યું છે. ભાવનગર અને બોટાદના ગ્રામ્ય વિસ્તારો, સુરત, દાહોદ, અરવલ્લી, રાજકોટમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ત્યારે કમોસમી વરસાદે જગતના તાતની ચિંતા વધારી છે. આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.