રાજેન્દ્ર ઠક્કર, કચ્છ: કચ્છમાં આજે બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. કચ્છના દેશલપર ગુંતલી, અબડાસાની નાની મોટી ધુફી, હમીરપર, તેરા, બીટા તેમજ નખત્રણાના નેત્રા, વાલકા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું. આ ઉપરાંત લખપતના દયાપરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદનું આગમન થતા રસ્તા ભીંજાયા, ક્યાંક પાણી વહી નીકળ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આજે સવારથી 8 તાલુકામાં વરસાદ, ગીર-સોમનાથના અનેક જિલ્લામાં મેઘ મહેરબાન


માંડવી તાલુકાના દહીસરા, રાપર, વેકરા, વાડસરમાં ઝાપટું પડ્યા હતા. જ્યારે રાપર, આડેસર, સણવામાં બપોર બાદ ચારેક વાગ્યાની આસપાસ મેઘરાજાનુંસ આગમન થયું હતું. જો કે, હવામાન વિભાગની આગાહી છે કે, આગામી ચાર-પાંચ દિવસ સુધી અલગ અલગ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ છે. જુદા જુદા વિસ્તારોમાં બપોરે ભારે ઉકળાટ બાદ વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube