ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અડધુ ચોમાસુ પૂરુ થવા છતાં રાજ્યમાં હજુ વરસાદની ઘટ છે. તો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 32 તાલુકામાં વરસાદ પડ્યો છે. એટલે કહી શકાય કે રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદની વાત કરવામાં આવે તો માત્ર 2 તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. આ દરમિયાન ભાવનગરના જેસરમાં સવા બે ઇંચ વરસાદ તો વલસાડના કપરાડામાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું
ગુજરાતમાં વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં માત્ર 32 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં ભાવનગરના જેસરમાં દોઢ ઈંચ અને વલસાડના કપરાડામાં એક ઇંચ વરસાદ થયો છે. બાકી અન્ય જગ્યાએ સામાન્ય અથવા નહિવત વરસાદ થયો છે. આજની વાત કરવામાં આવે તો સવારે 6થી 8 કલાક દરમિયાન રાજ્યના માત્ર ત્રણ તાલુકામાં વરસાદ થયો છે. જેમાં વલસાડના ધરમપુર, સુરતના ચોર્યાસી અને માંગરોળમાં નહિવત વરસાદ નોંધાયો છે. 


આ પણ વાંચોઃ Corona: ગુજરાત યુનિવર્સિટીની ઇમ્યુરાઇઝ હર્બલ દવાને ત્રીજા તબક્કાની ટ્રાયલની મંજૂરી મળી


રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી
હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હાલના સમયમાં રાજ્યમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી. આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદની કોઈ સંભાવના નથી. તેમણે કહ્યું કે, ભારે વરસાદની સિસ્ટમ સક્રિય નથી. તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરમાં પણ વરસાદની સંભાવના નથી. અત્યાર સુધી હવાનું દબાણ ઉત્તર તરફ ફંટાતુ રહ્યું છે. 


હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટરે કહ્યું કે, 24 કલાક દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા ભારે ઝાપટા પડી શકે છે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ સુધી અડધુ ચોમાસુ જતું રહ્યું છે પરંતુ વરસાદની ઘટ છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવેતર કરી લીધું હતું પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો પાક બચાવવા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. તો બીજીતરફ સરકારે ખેડૂતોને પાણી આપવાની પણ જાહેરાત કરી છે. 


આ પણ વાંચોઃ Corona સામે ગુજરાતની લડત બની મજબૂત, છેલ્લા 23 દિવસમાં 1 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા


વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી
રાજ્યમાં આ વર્ષે હજુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની ઘટ છે. રાજ્યમાં હજુ 46 ટકા વરસાદ ઓછો થયો છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોના પાક સુકાય રહ્યાં છે. ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વાવણી બાદ વરસાદ ન આવતા ખેડૂતોને પાક સુકાવાનો ભય છે. 


ગુજરાતમાં પાણીની સ્થિતિ ખરાબ
આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે રાજ્યમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. નર્મદા ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો છે. તો સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40 ટકા જેટલો પાણીનો જથ્થો છે. તો દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60 ટકા જેટલો પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો 17 ડેમોમાં 42 ટકા પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં અત્યાર સુધી 46 ટકા વરસાદની ઘટ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube