નીધીરેશ રાવલ/ગાંધીધામ: કચ્છના પૂર્વ વિસ્તારોમાં સવારથી વાતાવરણમાં અચનક પલટો આવવાની ઘટના સામે આવી હતી. જેથી બપોરના સમયે એકાએક વરસાદ શરૂ થયો હતો. આશરે અડધો કલાક સુધી વરાસદ પડવાથી રોડ અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા દેખાયા હતા. અચાનક વરસાદ પડવાથી ગાંધીધામના લોકોએ વરસાદની મઝા માણી હતી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે કચ્છ સહિત જામનગરમાં પણ સવારથી વાતાવરણમાં વાદળ છવાયેલા દેખાઇ રહ્યા હતા. બપોરના સમયે આશરે 30 મીનિટ સુધી વરસાદ પડ્યો હતો. જેથી મોટી સંખ્યામાં શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હાઇવે પર જઇ રહેલા વાહનોને પણ વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


અમદાવાદ: રખિયાલમાં પરપ્રાંતિય યુવાને કર્યું બે વર્ષની બાળકીનું અપહરણ


[[{"fid":"200069","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"varsad-2","field_file_image_title_text[und][0][value]":"varsad-2"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"varsad-2","field_file_image_title_text[und][0][value]":"varsad-2"}},"link_text":false,"attributes":{"alt":"varsad-2","title":"varsad-2","class":"media-element file-default","data-delta":"1"}}]]


કમોસમી માવઠું પડવાને કારણે ખેડૂતોને મોટી સંખ્યામાં પાકને નુકશાન થયું છે, ખેડૂતોને જીરૂ અને શિયાળા પાકને મોટી સંખ્યામાં નુકશાન થયું છે. આ પ્રકારના કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે બીજી બીજુ પોરબંદરમાં પણ વરસાદી માવઠુ જોવા મળતા ખેડૂતોમાં પાકને લઇને ચિંતા વ્યાપી હતી.