અમદાવાદ: ઓરિસ્સામાં આવેલા દાય વાવાઝોડાને કારણે 18 જેટલા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેની અસર ગુજરાતના પણ કેટલાક વિસ્તારમાં જોવા મળી છે. ગુજરાતમાં 19 જિલ્લાના 123 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, મોડાસા, અમદાવાદ, સુરત, ગાંધીનગર, અંબાજી, પાટણ, વડનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલને કારણે લોકોને ગરમીથી આંશીક રાહત મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંચમહાલ અને મહિસાગરમાં વરસાદ
પંચમહાલ જિલ્લામાં 24 કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના ગોધરામાં 4.5 ઇંચ, મોરવાહડફમાં 3 ઇંચ, જાંબુઘોડા અને શહેરામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો હાલોલમાં 1.5 ઇંચ વરસાદ અને કાલોલમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે મહિસાગર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે. સંતરામપુરમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. બાલાસિનોરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. લુણાવાડા, ખાનપુરમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. કડાણામા 1 ઇંચ વરસાદ વરસ્યો હતો.


[[{"fid":"183402","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Varsad","field_file_image_title_text[und][0][value]":"Varsad"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Varsad","field_file_image_title_text[und][0][value]":"Varsad"}},"link_text":false,"attributes":{"alt":"Varsad","title":"Varsad","class":"media-element file-default","data-delta":"1"}}]]


છોટાઉદેપુર અને પાટણ જિલ્લામાં મેઘમહેર
છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાની મેઘમહેર જોવા મળી હતી. છોટાઉદેપુર અને કવાંટમાં જેટલો 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાથે જ બોડેલીમાં 2 ઇંચ, પાવી જેતપુર, સંખેડા અને નસવાડીમાં દોઢ ઇંચ, રામી ડેમના લેવલમાં એક જ દિવસમાં 0.90 મીટરનો વધારો જોવા મળ્યો હતો. સાથે જ સુખીડેમના લેવલમાં 0.20 મીટરનો વધારો થયો હતો. જ્યારે પાટણ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે ગરમીમાં લોકોને રાહત મળી છે. સતત બફારા અને ઉકળાટ બાદ વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.


અંબાજીમાં પણ વરસાદથી પદયાત્રીઓમાં ખુશી 
ભાદરવી મેળાની શરૂઆત થતા જ અંબાજીમાં મોટી સંખ્યામાં લોકો મા અંબાના દર્શન કરવા માટે જતા હોય છે. અંબાજીમાં પણ શનિવારે રાત્રીથી વરસાદી માહોલ સર્જાયો હતો,જેનાથી ચાલતા જતા પદયાત્રીઓને ગરમીથી રાહત મળી હતી. અને વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા પદયાત્રીઓમાં ખુશી વ્યાપી હતી.