રક્ષિત પંડ્યા/રાજકોટ: કોડીનારના ગેવડી ગામે રાજપૂત સમાજના કુલભૂષણ સંત શૂરવીર દેદાબાપાની પ્રતિમા અનાવરણ મહોત્સવમાં ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા લોકસાહિત્યકાર બ્રિજરાજ ગઢવી પર લાખો રૂપિયાની નોટોનો વરસાદ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી તેમના પિતાની જેમ લોક સાહિત્ય ક્ષેત્રમાં નામના ધરાવે છે. અને ડાયરામાં શૂરવીરો અંગે વાત કરતા શિંવતાંડવા ગાવાની શરૂઆત કરતા કારડિયા રાજપૂત સમાજના લોકો દ્વારા બ્રિજરાજદાન પર રૂપિયાઓનો વરસાદ કર્યો હતો. લાખો રૂપિયાની વર્ષા કરીને ડાયરામાં અનોખું દ્રશ્ય સર્જાયું હતું.


વધુ વાંચો....સ્વાઈન ફલૂના કહેરથી થઇ રહેલા મોત મામલે હાઇકોર્ટે માગ્યો સરકાર પાસે જવાબ


રવિવારની મોડી રાત્રે જૂનાગઢના કોડીનાર પાસે આવેલા ગેવડી ગામે શૂરવીર દેદાબાપાની પ્રતિમા અનાવરણ મહોત્સવ નિમિત્તે ભવ્ય ડાયરામાં થયેલા રૂપિયાનો વરસાદ થયો જે અંગેનો વીડિયો વાયરલ થયો છે. બ્રિજરાજદાન ગઢવી દ્વારા શૂરવીરતાની વાતો કરાતા કોથળા ભરીને રૂપિયાની વર્ષા કરવામાં આવી હતી.