ધોમધખતા ઉનાળામાં છવાયો વરસાદી માહોલ, આ જિલ્લામાં વરસ્યો ગાજવીજ સાથે કમોમસી વરસાદ
કેરીઓના પાકમાં આ વર્ષે 60 ટકા જેવો પાક આવ્યો હતો. પરંતુ કમોસમી વરસાદે ફરી વખત તારાજી વેરી દેતા ખેડૂતો બેહાલ બન્યા હતા. હાલ બજારમાં કેરીની સારી એવી આવક જોવા મળી રહી છે.
અશોક બારોટ/જૂનાગઢ: ઉનાળાની સિઝનમાં ગરમીના બદલે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. ઉનાળાની સિઝનમાં ત્રણ માવઠા થઈ ચુક્યા છે, ત્યારે ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાતા ચોથું માવઠાએ જૂનાગઢ વંથલી, કણજા સહિતના વિસ્તારોના ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો અને આંબામાં રહેલ કેરીઓ ખરી પડી હતી.
ડમી તોડકાંડ મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તોડ્યું મૌન, કહ્યું; કોઈને છોડવામાં નહીં આવે
કેરીઓના પાકમાં આ વર્ષે 60 ટકા જેવો પાક આવ્યો હતો. પરંતુ કમોસમી વરસાદે ફરી વખત તારાજી વેરી દેતા ખેડૂતો બેહાલ બન્યા હતા. હાલ બજારમાં કેરીની સારી એવી આવક જોવા મળી રહી છે. જો આગામી દિવસમાં કમોસમી વરસાદ પડશે તો કેરીના પાકને પણ વ્યાપક નુકશાન થઈ શકે છે. આ ઉપરાંત આ વર્ષે આંબાવાડીઓમાં રોગના લીધે પણ પાકને નુકશાન થયું હતું.
ગુજરાતી વિદ્યાર્થીઓનું ઓસ્ટ્રેલિયા જવાનું સપનું રોળાયું, આ 5 યુનિ.ઓએ મૂક્યો પ્રતિબંધ
તો ઉનાળુ પાકમાં પણ રોગ આવી શકે છે. વાદળછાયા વાતાવરણના લીધે ઉનાળુ પાકમાં પણ નુકશાન થઈ રહ્યું છે અને મગનો પાક તો સુકાઈ રહ્યો છે, જ્યારે અન્ય પાકમાં પણ ઉત્પાદન ઘટી શકે છે. હાલ તો વારંવાર થતા માવઠાના લીધે જગતાત પણ ચિંતિત બન્યો છે.
ખેડૂત દંપતી આશાના છેલ્લા કિરણ સાથે 5 મહિનાના બાળકને લઇ અ'વાદ સિવિલના ઝાંપે પહોંચ્યું