* ભાવનગરના મહેમાન બન્યા રાજહંસ
* રાજહંસને જોવા પક્ષીપ્રેમીયો ઉમટી પડ્યા
* શહેરના વેટલેન્ડમાં જોવા મળી રહ્યા છે રાજહંસ
* દુષિત પાણીને લીધે પ્રદુષિત થઇ રહ્યા છે વેટલેન્ડ
* ગેરકાયદે માનવ વસાહતો પણ ખતરારૂપ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવીનીત દલવાડી/ભાવનગર: જીલ્લો પક્ષીઓની વિવિધતા માટે ખુબજ જાણીતો છે, દર વર્ષે દેશ વિદેશમાંથી વિવિધ જાતિના હજારો પક્ષીઓ અહીંના મહેમાન બને છે. ભૌગોલિક દ્રષ્ટીએ પણ ભાવનગર પક્ષીઓ માટે ખુબ જ અનુકુળતા ધરાવે છે. જેથી અહીં જાતજાતના પક્ષીઓ આવતા હોય છે, ત્યારે પક્ષીવિદો માટે ખુબજ પ્રિય એવા રાજહંસ ભાવનગરના મહેમાન બન્યા છે. દિવાળી બાદ હિમાલયસર કરી ભારતમાં આવતા રાજહંસ ભાવનગરના વેટલેન્ડ વિસ્તારોમાં હોળીના દિવસો સુધી રોકાય છે. રાજહંસ ના આગમનને લઈને પક્ષીપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.


રાજકોટના સાધુવાસવાણી રોડ પર રહેતી સુંદર ત્યક્તાને કહ્યું ચાલ જીવી લઇએ અને...
ભાવનગરમાં છેવાડાના વિસ્તારોમાં મોટી સંખ્યામાં વેટલેન્ડ એટલે કે જળપ્લાવિત વિસ્તારો આવેલા છે. ભૌગોલિક દ્રષ્ટીએ ખુબ જ અનુકુળ હોવાથી આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં દેશી વિદેશી કુળના પક્ષીઓ આવતા હોય છે, ત્યારે ફરી રાજહંસ ભાવનગરના મહેમાન બન્યા છે. વેટલેન્ડના કાંઠાળ વિસ્તારોમાં  મોટી સંખ્યામાં રાજહંસ જોવા મળી રહ્યા છે. ભાવનગરના કુંભારવાડા અને ખાર વિસ્તારોમાં આવેલા વેટલેન્ડમાં ૧૫૦ થી ૨૦૦ની સંખ્યામાં રાજહંસ અહીં જોવા મળી રહ્યા છે, ત્યારે પક્ષીપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે, તેમજ મોટી સંખ્યામાં પક્ષીવિદો અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરો આ વિસ્તારોની મુલાકાત લઇ રાજહંસને કેમેરામાં કંડારી રહ્યા છે. શિયાળાની ઋતુ શરુ થાય ત્યારે લડાખ, સાયબેરીયા અને યુરોપના દેશોમાંથી અનેકવિધ જાતિના પક્ષીઓ હિમાલયસર કરીને ભારતના મહેમાન બનતા હોય છે, આવા પક્ષીઓ ઉત્તર ગોળાર્ધમાંથી દક્ષિણ ગોળાર્ધની સફર ખેડે છે. ઉતર ગોળાર્ધમાં ઠંડી વધતા આ પક્ષીઓ દક્ષિણ ગોળાર્ધના હુંફાળા પ્રદેશોનો પ્રવાસ કરે છે. ખાસ કરીને ભારતના અનેક પ્રદેશો આવા પક્ષીઓ ને પ્રિય છે. જેમાં ગુજરાતના ભાવનગરમાં પણ આ પક્ષીઓ પોતાનો મુકામ બનાવે છે, ત્યારે યુરોપીય દેશો માંથી નીકળી ભારતના હિમાલયનેસર કરી ભાવનગરના મહેમાન બનેલા રાજહંસને જોવા મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી રહ્યા છે.


અમદાવાદ: નિકોલમાં લૂંટનો પ્રયાસ, ઝપાઝપીમાં સોનીએ એક લૂંટારૂને ઝડપી લીધો
ભાવનગરના છેવાડામાં મોટો ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે. જેમાંથી નીકળતા દુષિત પાણી વેટલેન્ડ વિસ્તારોને પ્રદુષિત કરી રહ્યા છે, તેમજ વધતી જતી ગેરકાયદેસર માનવ વસાહતોને કારણે પણ વેટલેન્ડ વિસ્તારો ઘટી રહ્યા છે. જેને લઈને પક્ષીઓ માટે ખુબ જ મોટો ખતરો ઉભો થયો છે. જો આ રીએજ થતું રહેશે તો વેટલેન્ડ ખતમ થઇ જશે અને પક્ષીઓ પણ દેખાતા બંધ થશે ત્યારે સંબંધિત તંત્ર રસ દાખવી વેટલેન્ડને બચાવવા યોગ્ય કાર્યવાહી કરે એવી લાગણી પક્ષીવિદો વ્યક્ત કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube