ગૌરવ દવે/રાજકોટ : રાજકોટ (Rajkot) સહિત સૌરાષ્ટ્ર (Saurashtra) માં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે રાજકોટ (Rajkot) ની મધ્યસ્થ જેલ (Jail) કોરોના મુક્ત બની છે. આજે જેલના 157 જેટલા કેદીઓએ કોરોના વેક્સિન લીધી હતી. મધ્યસ્થ જેલના એસ.પી બન્નો જોશી દ્વારા રાજકોટ મનપા કમિશ્નરને પત્ર લખીને કેદીઓને પણ કોરોના વેક્સિન આપવાની માંગ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ (Rajkot) મધ્યસ્થ જેલ કોરોના મુક્ત બની છે. જેલના મહિલા વિભાગમાં તો અત્યાર સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. તેની પાછળનું કારણ છે જેલની સુરક્ષા અને સાવચેતી. રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલા કેદીઓને કોરોના સામેની રસી આપવા જેલના એસ.પી. બન્નો જોષી દ્વારા રાજકોટ મનપા કમીશ્નરને પત્ર લખવામાં આવ્યો હતો. જેને લઈને આજે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મધ્યસ્થ જેલની અંદર કેદીઓને વેક્સિન આપવા માટેનો કેમ્પ કરવામાં આવ્યો હતો.

રાજકોટના મેયર-ડે. મેયરનું કોવિડ વોર્ડમાં સરપ્રાઈઝ ચેકીંગ, PPE કીટ પહેરી દર્દીઓના પૂછ્યા ખબર અંતર


કેટલા કેદી થયા કોરોના પ્રુફ
૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ના કેદીઓને કોરોના વેક્સિન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં મધ્યસ્થ જેલમાં બંધક પાકા કામના 79, કાચા કામના 52, પાસાના અટકાયતી 1 તેમજ 25 મહિલા કેદીને વેક્સિન આપવા આવી હતી. કુલ 157 કેદીઓને આજે વેક્સિન આપવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube