અમદાવાદઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનની સેવાકીય  કામગીરી વેગવંતી બની છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજરોજ ૧૦૧ મું અંગદાન થયું છે. રાજસ્થાન ભીલવાડાના ૩૫ વર્ષીય ભંવરલાલ ખટીકને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.અહીં સારવાર દરમિયાન તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રેઇનડેડ જાહેર થતાં અમદાવાદ સિવિલની SOTTOની ટીમે તેના સ્વજનોને અંગદાન અંગેની સમજ આપતા સ્વજનોએ જનકલ્યાણને સર્વોપરી રાખીને ભંવરલાલ ના અંગોના દાન કરવાનો નિર્ણય કર્યો હતો. બ્રેઇનડેડ  ભંવરલાલના અંગોને રીટ્રાઇવ કરતાં બે કિડની, એક લીવર અને હૃદયનું દાન મેળવવામાં સફળતા મળી છે.


આ પણ વાંચોઃ ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતનો ટેબ્લો નંબર-1, પબ્લિક પોલમાં મારી બાજી


હૃદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલ ખાતે જ્યારે કિડની અને લીવરને સિવિલ મેડીસીટીની કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.


સિવિલ સુપ્રીટેન્ડન્ટે ૧૦૧ માં અંગદાન બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકાર,સમાજ તેમજ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ, દિલિપભાઈ દેશમુખ જેવા સેવાભાવી લોકો અને મીડિયાની જનજાગૃતિના પ્રયાસોથી મળેલા સહકારના પરિણામે જ  હોસ્પિટલમાં અંગદાનની સેવાકીય કામગીરી વેગવંતી બની છે. આ બે વર્ષમાં ૧૦૧ અંગદાતાઓ દ્વારા મળેલ ૩૨૫ અંગોથી ૩૦૧ જરુરીયાતમંદોને નવજીવન મળ્યું છે.


આ પણ વાંચોઃ ફરી કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી મોટી આગામી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube