`અશોક ગેહલોતજી કંઈપણ તિકડમ કરે, સફળ નહીં થાય, રાજસ્થાનથી એમનો કોઈ જાદુ ગુજરાતમાં ચાલશે નહીં`
2023માં રાજસ્થાનની ચૂંટણી માટે વસુંધરાનાં ચહેરા પર ચૂંટણી લડાશે.. તેમા પર જવાબ આપતા જણાવ્યું કે પીએમના નેતૃત્વમાં અમે ચૂંટણી લડીએ છીએ. અમારી કોશિશ છે કે 2023માં કોંગ્રેસને હરાવીએ અને સત્તામાં આવીએ. આખરી નિર્ણય શીર્ષ નિતૃત્વ કરશે.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયા અમદાવાદમાં છે. ગુજરાત કોંગ્રેસ ફરી એક વખત સક્રિય થતા જોવા મળી રહી છે. રાજસ્થાન કોગ્રેસના નેતાઓ ગુજરાતમાં એડિચોટીનો જોર લગાવી રહ્યા છે.. ત્યારે રાજસ્થાન ભાજપના અધ્યક્ષ સતિશ પુનિયા અમદાવાદના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે ગુજરાત અને રાજસ્થાન કોંગ્રેસ પર પ્રહાર કર્યા.. તેમણે કહ્યું કે, કોંગ્રેસ કમજોર થઈ ચૂકી છે. જો ગેહલોતને સફળ થવાનું હોત તો પાછલા સમયે જ તેઓ થઈ ગયા હોય. એ લોકો કંઈ પણ તિકડમ કરશે તે સફળ થવાના નથી.. ગેહલોત કોશિશ કરે તો પણ કોંગ્રેસને સંજીવની આપી શકશે નહી.. રાજસ્થાનથી એમનો કોઈ જાદુ ગુજરાતમાં ચાલશે એવી શક્યતા નથી.. ત્યારબાદ તેમણે પ્રશાંત કિશોરના ગુજરાત કોંગ્રેસને સમર્થન મામલે કહ્યું કે, પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના વિશેષજ્ઞ બની શકે છે. ગુજરાતમાં કોંગ્રેસનો આધાર ખત્મ થયો, તો તેઓ પણ વોટ ક્યાંથી લાવશે. આગામી દિવસોમાં કોંગ્રેસની એવી દુર્ગતિ થશે જે અત્યાર સુધીમાં ક્યારેય થઈ નહી હોય.. અને પ્રશાંત કિશોરની મદદ કોંગ્રેસ માટે સંજીવની સાબિત નહી થઈ શકે..
ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયાએ જણાવ્યું છે કે રાજનીતિ ચર્ચાઓનું ક્ષેત્ર છે, માટે દરેક પ્રકારની વાત થાય છે. રાજસ્થાનમાં અધ્યક્ષ તરીકે પક્ષ મજબૂત થાય એવો ઓરાયસ રહે છે. રાજસ્થાન માટે ગુજરાતથી ઘણું શીખ્યા છીએ. પન્ના પ્રમુખની તમામ નિયુક્તિ જલ્દી પૂર્ણ થશે.
સતીશ પુનિયાએ ઉમેર્યું હતું કે રાજસ્થાન સિવાય બહાર જવાનો અર્થ એ છે કે રાજસ્થાની લોકો બહાર પણ વસે છે. કહેવત છે કે જહાં પહોંચે રેલગાડી, વ્હા પહોંચે મારવાડી. 10 લાખ રાજસ્થાની બેંગ્લોરમાં છે, ગુજરાતમાં પણ અમદાવાદ, વાપી અને સુરતમાં અનેક રાજસ્થાની વસી રહ્યા છે. તેમાં અનેક લોકો માલિક છે, જેઓ ગુજરાતમાં આર્થિક વિકાસમાં મદદરૂપ છે, કેટલાક શારીરિક શ્રમ ક્ષેત્રમાં છે.
નરેશ પટેલના 'સ્વયંવર' નો રાજસ્થાન CM અશોક ગેહલોતે ખેલ પાડ્યો! કોંગ્રેસમાં જોડાવાનું નક્કી
પુનિયાએ જણાવ્યું છે કે, કોરોના મહામારી હોવાના કારણે છેલ્લા બે વર્ષમાં મોટા કાર્યક્રમ ના થયા. બે વર્ષ બાદ હોળી પછી જે આમંત્રણ મળ્યા એનો સ્વીકાર કર્યો છે. અનેક જગ્યાઓ પર લોકોએ ટ્રેન કનેક્શન માટે ફરિયાદ કરી છે. અમારું જન્મ ભૂમિથી કર્મભૂમિ સાથેનું જોડાણ રહે એવો પ્રયાસ છે. અહિં જે પરિશ્રમ કરે છે, એમનો દાન કરવાનો કેટલોક હિસ્સો રાજસ્થાનમાં મળે છે. અમારો પ્રયાસ છે કે પાર્ટીના મેનીફેસ્ટો બને છે એ કટ કોપી પેસ્ટ થાય છે, પણ અહીંના લોકોનો લાભ અમને મળે એવી ઈચ્છા છે. પાર્ટીના ઘોષનાપત્ર બનાવવા માટે અમને મદદરૂપ થશે.
ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયાએ વધુમાં જણાવ્યું હતું કે, જનસંઘ સમયે 3 ટકા મત મળતા આજે આપણે લોકસભામાં 303 બેઠક પર છીએ. હવે કોંગ્રેસની માત્ર રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર છે. કોંગ્રેસ દેશમાં માત્ર તુષ્ટિકરણ કરતી રહી છે. યુપીમાં ગુજરાતના લોકોએ પણ તાકાત લગાવી પરંતુ તેઓ સફળ થયા નથી. રાજસ્થાનના લોકો જમીન પર મજબૂત છે. અમે એકબીજાથી શીખીએ છીએ, એકબીજાને મદદ કરીએ છીએ. અમારા લોકો બનાસકાંઠા આવે છે, અહીંના લોકો ત્યાં આવીને મદદ કરે છે. 2023માં આ જ અનુભવ રાજસ્થાનમાં કામમાં આવશે. 2022માં ગુજરાત, 2023માં રાજસ્થાન અને 2024માં હિન્દુસ્તાન જીતીશું. લોકોએ યુપીએ પીએમના નેતૃત્વ પર મ્હોર લગાવી છે. અમારી સરકારમાં રામમંદિર, 370 કલમ જેવા અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે.
આયુર્વેદથી સાજા થયાં પાકિસ્તાની સુરૈયાબાનુ, સુરતના ડોક્ટરે સોશિયલ મીડિયા થકી મફતમાં કરી સારવાર
તેમણે ઉમેર્યું હતું કે, 2023માં રાજસ્થાનની ચૂંટણી માટે વસુંધરાનાં ચહેરા પર ચૂંટણી લડાશે.. તેમા પર જવાબ આપતા જણાવ્યું કે પીએમના નેતૃત્વમાં અમે ચૂંટણી લડીએ છીએ. અમારી કોશિશ છે કે 2023માં કોંગ્રેસને હરાવીએ અને સત્તામાં આવીએ. આખરી નિર્ણય શીર્ષ નિતૃત્વ કરશે.
સતીશ પુનિયાએ ગુજરાતની રાજનીતિમાં પ્રશાંત કિશોરની ફોર્મ્યૂલા પર નરેશ પટેલને જોડાવા અંગે જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસના વિશેષગ્ય બની શકે છે, પણ કોંગ્રેસનો આધાર ખતમ થયો તો વોટ ક્યાંથી લાવી શકશે. ગુજરાતમાં કોંગ્રેસની દુર્ગતિ એવી થશે જેવી પહેલા ક્યારેય નહીં થઈ હોય. પણ આ કોઈ મદદ કોંગ્રેસ માટે સંજીવની સાબિત નહીં થાય એવું મારું માનવું છે.
સતીશ પુનિયાએ આપ્યું નરેશ પટેલ મામલે રિએક્શન
નરેશ પટેલ મામલે રિએક્શન આપતા સતીશ પુનિયાએ જણાવ્યું હતું કે, ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ રાજસ્થાનમાં પ્રશાંત કિશોર, રાજસ્થાન સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી છે, કોંગ્રેસ હવે ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં કમજોર થઈ ચૂકી છે. તેમણે ઉમેર્યું કે ગુજરાતમાં અશોક ગેહલોતજીને સફળ થવાનું હોત તો પાછલા સમયે જ થઈ શક્યા હોત. એ કંઈપણ તિકડમ કરશે, સફળ નહીં થાય. અશોક ગેહલોતજી કોશિશ કરે તો પણ કોંગ્રેસને સંજીવની આપી શકશે નહીં. રાજસ્થાનથી એમનો કોઈ જાદુ ગુજરાતમાં ચાલશે એવી શક્યતા નહિવત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube