રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને ગુજરાતનાં મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત વડોદરામાં પહોંચ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને વડોદરામાં અશોક ગેહલોતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી છે. પ્રેસ કોન્ફરન્સમાં અશોક ગેહલોત સાથે પ્રભારી રઘુ શર્મા અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા ઉપસ્થિત રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં અશોક ગેહલોતે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્યારે પણ ચૂંટણીની જાહેરાત થઈ શકશે. હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી રોકી રાખવામાં આવી છે. ચૂંટણી પંચ જાણી જોઈને ચૂંટણી હજી જાહેર કરતી નથી. ચૂંટણી પંચે નવી પરંપરા શરૂ કરી છે. ગુજરાતમાં 27 વર્ષનું કુશાસન રહ્યું છે. મંત્રીમંડળ બદલી નાખવામાં આવ્યું છે. કોરોનામાં ગુજરાતની નામોશી થઈ છે. ઇન્જેક્શન ભાજપ કાર્યાલયથી વેંચવામાં આવતા હતા.


અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એન્ટી ઇન્કંબંસી ભયંકર ચાલી રહી છે. ભાજપની ગૌરવ યાત્રા નિષ્ફળ જઈ રહી છે. પરંતુ આજે હું તમને કહું છું કે કોંગ્રેસ ગુજરાતમાં સરકાર બનાવશે અને ભાજપમાં કુ શાસનનો અંત લાવશે. 27 વર્ષ ભાજપનું શાસન જોયું હવે કોંગ્રેસનો વારો છે. તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સંવિધાનની ધજીયા ઉડાવી રહ્યા છે, લોકશાહી ખતરામાં છે. પત્રકાર કોઈ સરકાર વિરૂદ્ધ લખે તો જેલમાં નાખે છે. આવી હાલતમાં અમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ બદલાની ભાવના રાખતી નથી. જ્યારે ભાજપે મીડિયાને ધમકાવી પોતાના વશમાં કર્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube