Gujarat Election 2022: ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, ત્યારે તમામ પક્ષોમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. ચૂંટણી જાહેર થયા બાદ હવે ભાજપ, કોંગ્રસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં ચૂંટણી સભાઓ ગજાવવા તૈયાર છે. હવે રાજસ્થાનના CM અશોક ગેહલોત પણ આવતીકાલથી બે દિવસ ગુજરાત આવશે અને 6 સભાઓ ગજવશે. અગાઉ કોંગ્રેસને નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો પ્રવાસ નક્કી થયો છે.


રાજસ્થાનના CM અશોક ગહેલોત આવતકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતી કાલે સવારે 10 કલાકે રાજકોટ એરપોર્ટ પર તેમનું આગમન થશે. ત્યારબાદ અશોક ગહેલોત રાજકોટ ખાતે એક પ્રેસમાં સંબોધન કરશે. પ્રેસ બાદ ભાવનગર પરિવર્તન સંકલ્પ યાત્રામાં જોડાઇને એક જન સભાને  સંબોધન કરશે. આ સિવાય અશોક ગહેલોત સોમવારે મધ્ય ગુજરાતના પ્રવાસે જશે, જ્યાં આકલાવ ખાતે સભા સંબોધન કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube