જયપુર: મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુજરાતના સીએમ વિજય રૂપાણી(Vijay Rupani)ને લઇને એક ટ્વિટ કરી છે. આ ટ્વિટમાં રાજસ્થાનના સીએમે ગુજરાતના મુખ્યમંત્રી(Gujrat Chief Minister)ને રાજધર્મ યાદ કરાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગેહલોતે તેની ટ્વિટમાં કહ્યું કે, ગુજરાતના સીએમ રૂપાણી જાણે છે કે, ગુજરાતમાં દારૂની તસ્કરી થઇ રહી છે. પાડોશી રાજ્યોમાંથી જ દારૂની તસ્કરી કરવામાં આવી રહી છે. ટ્વિટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, રૂપાણીએ તેમના પાડોશી રાજ્યો જેવા કે હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન સાથે સમન્વય રાખવો જોઇએ.


પીએમ મોદીને પત્ર લખનાર 50 હસ્તિઓ વિરુદ્ધ નોંધાયેલ દેશદ્રોહનો કેસ બંધ કરવાનો આદેશ

ગેહલોતે તેમની ટ્વિટમાં ગુજરાતમાં થઇ રહેલી દારૂની તસ્કરી અંગે જણાવ્યું કે, રૂપાણીએ આ અંગે પાડોશી રાજ્યો સાથે વાત કરવી જોઇએ. ગેહલોતે પંજાબના સીએમને ડ્રગ્સ મામલે આ પ્રકારની વાત કરી હતી, સાથે જ કહ્યું કે ગુજરાત સરકાર અને રૂપાણીએ પણ આ પ્રકારને કાર્ય કરવું જોઇએ.


મહત્વનું છે કે ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ રાજસ્થાનના સીએમ ગેહલોતનાએ નિવેદન પર પ્રહાર કર્યા હતા. જેમાં ગેહલોકે કહ્યું હતું કે, ગુજરાતમાં સહેલાઇથી દારૂ મળી જાય છે. 


જ્યોતિરાદિત્ય સિંધિયાનું મોટું નિવેદન, કહ્યું- કોંગ્રેસે આત્મ અવલોકન કરવાની જરૂર છે


રૂપાણીએ ગેહલોતના આ પ્રકારના નિવેદન પર કહ્યું કે, એ વાત સીધી રીતે દેખાઇ રહી છે, કે કોંગ્રેસના નેતાઓને ગુજરાતના લોકો પસંદ નથી આવી રહ્યા, જેમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને પીએમ નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે, ગુજરાતના સીએમ રૂપાણીએ આ પ્રકારના નિવેદન પર અશોક ગેહલોતને ગુજરાતના લોકોની માફી માગવાની વાત પણ રહી હતી, રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ 2017ની વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ સતત આ પ્રકારના નિવેદનો કરી રહી છે. 


જુઓ LIVE TV :