Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરત સ્મીમેર હોસ્પિટલ બાળકનું અપહરણ કરનાર મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી છે. 20 વર્ષના લગ્ન ગાળા બાદ પણ સંતાન નહીં હોવાથી મહિલાએ બાળકનું અપહરણ કર્યું હતું. અપહરણની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે ગુનામાં સામેલ પતિ સહિત મહિલાની ધરપકડ છે. બાળકને સલામત રીતે માતા પિતાને સોંપી દેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત શહેરમાં બાળકના અપહરણ થવાની ઘટનાઓ તો સામે આવતી રહે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ હોસ્પિટલ બાદ હવે સ્મીમેર હોસ્પિટલમાં પણ બાળકના અપહરણની ઘટના બની હતી. સુરતની એક ગર્ભવતી મહિલા દામિની ગૌડે શુક્રવારે બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે દર્દી દામિની પહેલા માળના પીએનસી વોર્ડમાં દાખલ હતી. શનિવારે દામિનીનો ૪ વર્ષિય પુત્ર અર્ક ગૌડ પણ માતા અને તાજા જન્મેલા બાળકને જોવા માટે આવ્યો હતો. દરમિયાન ૪ વર્ષિય પુત્ર અર્ક ગૌડ પહેલા માળે આમ-તેમ ફરતો હોય એવામાં તે અચાનક જ ગાયબ થઈ ગયો હતો. સગા અને માતાને જાણ થતાં અર્કની સગાઓએ શોધખોળ કરી હતી. 


કેવા નેતા કોંગ્રેસ છોડીને ભાજપના ખોળે બેસે છે? જગદીશ ઠાકોરે આપ્યું મોટું નિવેદન


બાળકની શોધખોળ બાદ પણ લાંબા સમય સુધી નહીં મળી આવતા આખરે સમગ્ર મામલે વરાછા પોલીસને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતા લઈને વરાછા પોલીસ હોસ્પિટલે દોડી આવી હતી. હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકનું અપહરણ કરતા નજરે પડી હતી. પોલીસે ઘટનાને ગંભીરતા લઈ તાત્કાલિક અપહરણ કરનાર મહિલાની શોધખોળ હાથ ધરી હતી. વરાછા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે અપહરણ કરનાર મહિલાના ઘર સુધી પહોંચી હતી. ઘરમાં બાળક મહિલા અને તેના પતિ મળી આવ્યા હતા.


સાડા 6 કરોડ ગુજરાતીઓ માટે આનંદના સમાચાર, ગુજરાતમાં આજથી વિધિવત્ ચોમાસું બેઠું


પોલીસે વધુ તપાસ કરતા મૂળ રાજસ્થાનનો પરિવાર સુરત શહેરના પુણા ગામ ખાતે આવેલ આઈ માતા ચોક વિજય નગરમાં રહેતો હતો. જેમાં સીમાના લગ્નના 20 વર્ષ પહેલાં શંકર પ્રજાપતિ સાથે થયા હતા. 20 વર્ષના લગ્ન કાળમાં તેઓને સંતાન નહીં થતા ચિંતામાં રહેતા હતા. ગત માર્ચ મહિનામાં સીમાના પેટમાં દુખાવો થતા સીમા તેના પતિ શંકર સાથે સ્મીમેર હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં હોસ્પિટલમાં દર્દીના નાના બાળકોને રમતા જોયા હતા. છેલ્લા 20 વર્ષથી સંતાન નહીં થતા હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ કરવાનો પ્લાન કર્યો હતો. 


રંગીન મિજાજી નેતાને પારકી સ્ત્રી સાથે થયો પ્રેમ, પત્નીએ જે ખોલી પતિના લફરાની પોલ


ગત શુક્રવારના રોજ આરોપી મહિલા સીમા પ્રજાપતિ સ્મીમેર હોસ્પિટલમાં પહોંચી હતી. હોસ્પિટલના પહેલા માળે દાખલ ગર્ભવતી મહિલા દામિની ગૌડેનો ૪ વર્ષિય પુત્ર અર્ક ગૌડ પહેલા માળે આમ-તેમ ફરતો હતો. દરમિયાન સીમા પ્રજાપતિ બાળકનું અપહરણ કરી ફરાર થઇ ગઇ હતી. અપહરણ બાદ પોતાના ઘરે લઈ ગઈ હતી. બાળકના સ્વાગતમાં દંપતીએ નવા કપડાં પહેરી કંકુ પગલા પડાવ્યા હતા. 


બાળકનું અપહરણ કરનાર આ દંપતિની વરાછા પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓનો લગ્નગાળો 20 વર્ષ થયેલ હોવા છતા પોતાને સંતાન નહીં  થતા સ્મીમેર હોસ્પીટલ માંથી બાળકનુ અપહરણ કરેલ હોવાની કબૂલાત કરી છે. 


Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, જુઓ ચાર્ટમાં કયા જિલ્લામાં આવશે વરસાદ