નિલેશ જોશી/વાપી : એશિયાની સૌથી મોટી વાપી ઔદ્યોગિક વસાહતમાં વાપી જીઆઇડીસીનો પાયો નાખનાર અને વાપીના અગ્રણી ઉદ્યોગપતિ રજ્જુ શ્રોફને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ પ્રથમ વખત રજ્જુ શ્રોફ પ્રથમ વખત વાપી આવ્યા હતા. વાપી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા પદ્મભૂષણ રજ્જુ શ્રોફનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નવનિયુક્ત નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇનું પણ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. વાપીના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલાઆ બંને  મહાનુભાવોના સન્માન સમારંભમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના હોદ્દેદારો અને વાપીના દિગ્ગજ ઉદ્યોગપતિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરતસિંહ સોલંકીનું સ્ફોટક નિવેદન, કંગનાને પદ્મશ્રી આપ્યો, તો ખોડલધામના નરેશ પટેલને કેમ નહિ?


કાર્યક્રમમાં વાપીના ઉદ્યોગપતિઓએ પદ્મભૂષણ રજ્જુ શ્રોફ અને નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ વાપી જીઆઇડીસીના વિકાસ માટે કરેલા કામો અને આપેલા યોગદાનને યાદ કરી અને તેને બિરદાવ્યું હતું. તો રજ્જુ શ્રોફ અને નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ પણ વાપી જીઆઇડીસીના અત્યાર સુધીના વિકાસને યાદ કર્યો હતો. આ ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટે તેમણે કરેલા સંઘર્ષને યાદ કરી અત્યાર સુધી જે ઉદ્યોગપતિઓએ અને સંગઠનોએ વાપી ઔદ્યોગિક વસાહતના વિકાસ માટે આપેલા યોગદાનને યાદ કરી અને તેમને બિરદાવ્યા હતા. 


VISA મેળવવા હોય કે લગ્ન કરવા હોય, ભકતોની મનોકામના પૂર્ણ કરે છે ગુજરાતના આ દાદા


પદ્મભૂષણથી સન્માનિત રજ્જુ શ્રોફે વાપીમાં વાપી ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનની સ્થાપના કરી હતી. તેના વિકાસ માટે સર્વોચ્ય યોગદાન આપ્યું હતું. આજે વાપી ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનની રાજ્યના અગ્રણી ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનમાં ગણના થાય છે. વાપીના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા અને અત્યાર સુધી પોતાની ફરજને પૂરી નિષ્ઠા અને ઇમાનદારી સાથે નિભાવનાર કનુભાઇ દેસાઇ પણ રાજ્યના નાણા મંત્રી સુધીની હોદ્દા સુધી પહોંચ્યા છે. વાપીના ઉદ્યોગપતિઓએ તેમની પણ પ્રશંસા કરી હતી. તેમનું બહુમાન કર્યું હતું.


ઓમિક્રોન વાયરસે ગુજરાતની ઊંઘ ઉડાડી, જામનગરમાં પહેલો કેસ નોંધાયો


પદ્મભૂષણ રજ્જુ ભાઈએ પણ રાજ્યના નવા નાણા મંત્રી કનુભાઇ દેસાઇની ફરજ અને કામ પ્રત્યેની પૂરી નિષ્ઠા અને ઇમાનદારીને બિરદાવી હતી. મીડિયા સાથેની વાતમાં પણ સમગ્ર દેશ અને દુનિયામાં ઔદ્યોગિક ક્ષેત્રે આગવું નામ ધરાવતા વાપી અને ગુજરાતના ઉદ્યોગોનું ભવિષ્ય ખુબ જ ઉજળું હોવાનું વાપીના દિગ્ગજ ઉદ્યોગપતિ અને પદ્મવિભૂષણ રજ્જુ શ્રોફે જણાવ્યું હતું. રાજ્યના નાણા મંત્રીએ પણ વર્તમાન સમયમાં જે મહાનુભવોએ પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ યોગદાન આપી દેશ અને દુનિયામાં પોતાના ક્ષેત્ર સાથે દેશનું નામ રોશન કરી રહ્યા છે. તેવી લાયક પ્રતિભાઓને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. દેશમાં હવે સાચા અને લાયક વ્યક્તિઓના કામની અને યોગદાનની કદર થઇ રહી હોવાનું રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube