સત્યમ હંસોરા/રાજકોટ: રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ અપહત બાળકીને રેઢી મૂકી આરોપી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. રાજકોટ પોલીસની 15 જેટલા આધિકારીઓની ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણતરી ના કલાકમાં જ રાજકોટ પોલીસે આરોપી બાબુ બાંભવાને પકડી કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આરોપીના રિમાન્ડ મંજુર કરતા આજરોજ પોલીસે ઘટનાનું રી કન્સ્ટ્રકશન આરોપી પાસે કરાવ્યું હતું. સૌ પ્રથમ રાજકોટ ક્રાઇમબ્રાન્ચ આરોપીને અપહરણ જ્યાંથી કરવામાં આવ્યું હતું તે સ્થળે લઈ ગઈ હતી.


છોટાઉદેપુર: નશાની હાલતમાં ક્લાસ રૂમમાં આરામ ફરમાવતો શિક્ષકને કરાયો સસ્પેન્ડ


આરોપીને જોતા જ સ્થાનિક મહિલાઓએ આરોપીને તેમની હવાલે કરી દ્યોના નારા લગાવ્યા હતા. બાદમાં ક્રાઇમબ્રાન્ચ ન અધિકારીઓએ લોકોને શાંત કર્યા હતા. જે બાદ પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ તકે રાજકોટની જનતાએ તાળીઓ પાડી રાજકોટ પોલીસની પ્રશંસનીય કામગીરીને વધાવી હતી. જે બાદ રાજકોટ ક્રાઇમબ્રાન્ચ આરોપીને લઈને દુષ્કર્મ આચરવાની કોશિષ કરી હતી તે સ્થળે લઈ ગઈ હતી.


 જુઓ LIVE TV :