ગૌરવ દવે/રાજકોટ : ઉત્તરાખંડ (Uttarakhand) ના દેહરાદુનમાં સ્ટુડન્ટ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજીત ઇન્ટરનેશનલ બેડમિન્ટન (Badminton) સ્પર્ધામાં રાજકોટ (Rajkot) ના 13 વર્ષના ખેલાડીએ બે ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવી રાજકોટનું નામ રોશન કર્યું છે. હવે આ ખેલાડી તેની સ્વ. માતાનું સ્પોર્ટ્સમેન (Sportsman) બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા જઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના 13 વર્ષના બેડમિન્ટન ખેલાડી (Badminton Player) રૂતવ ઘનશ્યામભાઈ કાનાબારે ઉત્તરાખંડના દેહરાદૂન (Dehradun) માં આયોજિત બેડમિન્ટન (Badminton) ટુર્નામેન્ટમાં અન્ડર 14માં સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે. રૂતવ કાનાબાર 11 મહિનાનો હતો ત્યારે તેની માતા નીલાબેન કાનાબારનું નિધન થયું હતું. પરંતુ માતા અને પિતાની ઈચ્છા હતી કે રૂતવ બેડમિન્ટન (Dehradun) નો ખેલાડી બને. જે ઈચ્છાને પૂર્ણ કરવા રૂતવની અથાગ મહેનત રંગ લાવી છે. હાલ રૂતવ નેશનલ કક્ષાએ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે પરંતુ હવે તેને ઇન્ટરનેશન કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવવાની ખેવના રાખી છે. જેના માટે 1 એપ્રિલ થી તેલંગણાના હૈદરાબાદની ગોવર્ધન રેડ્ડી એકેડેમીમાં ટ્રેનિંગ માટે જઇ રહ્યો છે. 

તંત્રનો કડક નિર્ણય: જો હોળી રમ્યા તો કપાઇ જશે પાણીનું કનેક્શન, તંત્રની ફૌજ ઉતરશે મેદાને


રૂતવના પિતા દોરાના વેપારી
રૂતવના પિતા ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે, મોરબી રોડ પર પડીકા પર વીંટવાના દોરાના હોલસેલના વેપારી છે. 11 વર્ષ પહેલાં રૂતવના માતાનું નિધન થયું ત્યાર થી જ મોટી દીકરી આયુધિ અને પુત્ર રૂતવની જવાબદારી માથે આવી. જોકે રૂતવની માતા અને મારૂં સ્વપ્ન હતું કે, ઇન્ટરનેશનલ લેવલે રૂતવ સ્પોર્ટ્સમેન બને. જેના માટે રૂતવને વધુમાં વધુ સમય આપવો પડે છે. જ્યારે હું કામથી બહાર હોઉં છું ત્યારે મારી મોટી દીકરી આયુધિ નાનાભાઈ રૂતવને મદદ કરાવે છે. 

1 એપ્રિલથી પાણીની બોટલો વેચવા માટે બદલાઇ જશે નિયમ, જાણો શું છે FSSAI નો આદેશ


4 વર્ષમાં અનેક મેડલો જીત્યા
રાજકોટના બેડમિન્ટન પ્લેયર રૂતવ છેલ્લા 4 વર્ષ થી બેડમિન્ટન રમી રહ્યો છે. અત્યાર સુધીમાં રૂતવે જામનગરમાં યોજાયેલી સૌરાષ્ટ્ર-કચ્છ રેન્કિંગ ટુર્નામેન્ટ અન્ડર 13માં સિંગલ્સ અને ડબલ્સમાં રનર્સઅપ થઇ મેડલ મેળવ્યું હતું. ત્યારબાદ 24 થી 28 જાન્યુઆરીના અમરેલી ખાતે યોજાયેલ અન્ડર 15માં રનર્સ અપ અને અન્ડર 19માં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ઓપન રાજકોટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં 30 અને 31 જાન્યુઆરીના રનર્સ અપ થયો હતો. હાલ તેને દેહરાદૂનમાં અન્ડર 14માં બે ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને હવે ઇન્ટરનેશનલ માટેની તૈયારીઓ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube