રક્ષિત પંડ્યા/રાજકોટ :વર્ષ 2008માં થયેલ કલેક્ટર ઓફિસમાં તોડફોડ મામલાનો 11 વર્ષ બાદ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં કોર્ટે 2 લોકોને દોષિત જાહેર કર્યા છે અને તમામને 1-1 વર્ષની સજા ફટકારી છે. આ 12 આરોપીઓ પૈકી 10 આરોપીઓ હાલ જીવતા છે, તેમજ 2 લોકોના મૃત્યુ થયા છે. કોર્ટ દ્વારા તમામને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ આરોપીઓમાં બે આરોપી કોંગ્રેસના ધારાસભ્યો છે. 


એક સમયે 15 લાખથી વધુને રોજગાર આપતો સુરતનો હીરા ઉદ્યોગ માત્ર 5 દેશો પૂરતો સિમિત રહી ગયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ઘટના બની હતી....
રાજકોટમાં 2008ની સાલમાં જસદણના તે સમયના કોંગેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના મામલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરોએ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો હતો. બાદમાં ટોળું વિફરતા કલેક્ટર કચેરીમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસે તે સમયે 179 કોંગી આગેવાનો સહિત 1500 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આજે રાજકોટની નામદાર કોર્ટમાં તેનો ચુકાદો આવતા 12ને દોષિત ઠેરવી તમામને એક વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. 12 દોષિતોએ સેશન કોર્ટમાં અપીલ સમયગાળામાં કરતા તમામ જામીન મેળવી મુક્ત થયા છે.


2020ની શરૂઆતમાં જ 3 રાશિઓને શનિદેવ પજવશે, મોટા ઉતાર-ચઢાવ આવશે


કોણ કોણ છે આરોપી
સ્વ. વિઠ્ઠલ રાદડિયા (પૂર્વ સાંસદ પોરબંદર, ભાજપ), અશોક ડાંગર (શહેર કોંગ્રેસ પ્રમુખ, રાજકોટ), જસવતસિંહ ભટ્ટી (કોંગ્રેસ આગેવાન, રાજકોટ), મહેશ રાજપૂત (કાર્યકારી પ્રમુખ, કોંગ્રેસ રાજકોટ), ઇન્દ્રનીલ રાજ્યગુરૂ (કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, રાજકોટ), ભીખુભાઇ વડોદરીયા (પ્રદેશ કોંગ્રેસ આગેવાન, જામનગર), ગોવિંદભાઈ રાણપરિયા (ડેરીના ચેરમેન, રાજકોટ), દેવજી ફાતેપરા (પૂર્વ સાંસદ, ભાજપ), જાવેદ પીરજાદા (ધારાસભ્ય વાંકાનેર, કોંગ્રેસ), ભીખાભાઇ જોશી (ધારાસભ્ય, કોંગ્રેસ), ગોરધન ધામેલીયા (સહકારી આગેવાન ભાજપ, રાજકોટ) અને પોપટભાઇ જીંઝરીયાનો સમાવેશ થાય છે. આ 12 પૈકી વિઠ્ઠલ રાદડિયા અને પોપટભાઇ જીંઝરીયા આવસાન પામ્યા છે. 


કોર્ટના ચુકાદા બાદ કુંવરજીએ શું કહ્યું...
સમગ્ર મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ નિવેદન આપતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા 2008 માં ખોટો કેસ કરી ધરપકડ કરવામાં આવી હતી. એ સમયે રોષે ભરાયેલા ટોળાએ તોડફોડ કરી હતી. તેમના સમર્થનમાં લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા માટે અપીલમાં જવા કાર્યવાહી કરશે. આ મામલે રાજકારણ થવું ન જોઈએ. 


જીતુ વાઘાણીનું નિવેદન...
ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આ મુદ્દે કહ્યું કે, રાજકોટના કલેક્ટર ઓફિસમાં વર્ષ 2008માં કોંગ્રેસના નેતાઓએ તોડફોડ કરી હતી. કોર્ટ 1 વર્ષની સજા અને 5 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટ આપેલી સજાને આવકારું છું. કોંગ્રેસની માનસિકતા જ સરકારી મિલકતોને નુકશાન પહોંચાડવાની છે. કોંગ્રેસના નેતાઓ હાલમાં પણ CAA વિરોધમાં તોડફોડ કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....