રાજકોટ: રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધતા સ્વાઇન ફ્લૂ જેવા ગંભીર રોગોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ધોરાજીના 54 વર્ષીય પુરુષનું સ્વાઇન ફ્લૂના કરાણે નિધન થયું છે. તે છેલ્લા કેટલાક સમયથી રાજકોટની હોસ્પિટલમાં સારવાર કરી લઇ રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ ધોરાજીના 54 વર્ષીય પુરુષનું રાજકોટની હોસ્પિટલમાં સરવાર દરમિયાન મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. રાજકોટમાં મૃત્યું થતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા લોકો પર વધારે ધ્યાન આપવામાં આવે તેના સુચન આપી દેવામાં આવ્યા છે. રાજકોટમાં હજી પણ 2 દર્દીઓ રાજકોટમાં સારવાર લઇ રહ્યા છે.


વધુમાં વાંચો...નવસારીના યુવકની મલેશિયામાં લૂંટના ઇરાદે હત્યા, મૃતદેહ મેળવવા પરિવારના વલખા


અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 148 લોકોના સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.  ત્યારે રાજકોટ સિવાય અમદાવાદ, સુરત, અને વડોદરામાં પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં ખાસ નજર રાખવામાં આવી છે. સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યું પામનારાઓની સંખ્યા 39 થઇ ગઇ છે.