ગૌરવ દવે, રાજકોટઃ રાજકોટમાં એક આપઘાતનો બનાવ બન્યો છે. શહેરના ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટમાં 12માં માળે રહેતા એક દંપતીએ આત્મહત્યા કરી લીધી છે. રેડીમેઇડનો શો રૂમ ધરાવતા વેપારીએ પોતાની પત્ની સાથે આત્મહત્યા કરી લીધી છે. મૃતક વેપારીનું નામ ગોપાલભાઈ ચાવડા અને તેમના પત્નીનું નામ નિર્મલાબેન ચાવડા છે. હજુ સુધી આપઘાતનું કારણ સામે આવ્યું નથી. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર મવડી ગામમાં આવેલા ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટમાં વૃદ્ધ દંપતીએ આપઘાત કરી લીધો છે. 12માં માળે રહેલા ફ્લેટમાં ગોપાલભાઈ ચાવડા અને તેમના પત્ની નિર્મલાબેન ચાવડાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. તાલુકા પોલીસે મૃતક દંપતીની સ્યુસાઇડ નોટ પણ કબજે કરી છે. આપઘાત પાછળ આર્થિક ભીંસ હોવાનું સામે આવ્યું છે. 


મૃતકના પુત્ર રાહુલ ચાવડાએ ફોન કર્યો હતો, પરંતુ પિતા ગોપાલભાઈએ ફોન ન ઉપાડતા તેઓ ઘરે પહોંચ્યા હતા. બપોરે ઘરે પહોંચી ડુપ્લીકેટ ચાવીથી દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા જ માતા-પિતા ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તાલુકા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube