RAJKOT: ધોરણ 8ની બહેનપણીના ભાઇએ સ્કૂલના બાથરૂમમાં બે વાર દુષ્કર્મ આચર્યું, મારૂ કામ પુરૂ હવે તું...
રાજ્યમાં રોચ ચોંકાવનારા સમાચારો અને કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ધોરણ 8 ની વિદ્યાર્થીની બહેનપણીના ભાઇ જ નજર બગાડી હતી. વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને શાળાના બાથરૂમમાં જ બે વાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ હવસ સંતોષાઇ જતા આરોપીએ વિદ્યાર્થીનીને કહ્યું કે, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. હવે આપણા વચ્ચે કાંઇ જ નથી. આ અંગે વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
રાજકોટ : રાજ્યમાં રોચ ચોંકાવનારા સમાચારો અને કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ધોરણ 8 ની વિદ્યાર્થીની બહેનપણીના ભાઇ જ નજર બગાડી હતી. વિદ્યાર્થીનીને લગ્નની લાલચ આપીને શાળાના બાથરૂમમાં જ બે વાર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ હવસ સંતોષાઇ જતા આરોપીએ વિદ્યાર્થીનીને કહ્યું કે, હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે. હવે આપણા વચ્ચે કાંઇ જ નથી. આ અંગે વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
દ્વારકાના વેક્સિન સેન્ટર પર બે ગ્રુપ વચ્ચે લોહીયાળ અથડામણ, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે
રાજકોટમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પોતાની બહેનપણીના ઘરે અવાર નવાર અભ્યાસ કરવા માટે જતી હતી. જો કે બહેનપણીના ભાઇએ લગ્નની લાલચ આપીને બે વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મુદ્દે લગ્ન કરવા સગીરાએ યુવકને સુરત બોલાવ્યો હતો. આ મુદ્દે લગ્ન કરવા સગીરાને શખ્સે સુરત બોલાવ્યા બાદ કહ્યું કે, હવે તારી અને મારી વચ્ચે કાંઇ જ નથી. યુવતી તેના સંબંધીના ઘરે ગઇ હતી. ત્યાંથી રાજકોટ પરત ફરી હતી. બાદમાં રાજકોટ આવી તેણે પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી માતાએ તેને હિંમત આપતા આખરે તેણે ફરિયાદ દાખલ કરાવી હતી.
CM Relief Fund માંથી 3 મહિનામાં સારવાર માટે અધધધ રૂપિયાની સહાય ચૂકવાઇ
યુવતીની માતાએ કહ્યું કે, મારી દીકરીની બહેનપણીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી સુરત રહેતો તેનો કૌટુમ્બિક ભાઇ શેખર રાજકોટ આવ્યો હતો. જેથી શેખર સાથેમારી પુત્રીનો પરિચય થયો હતો. ત્યાર બાદ બંન્ને એક બીજા સાથે ફોન પર વાતચીત કરતા રહેતા હતા. ત્યાર બાદ લગ્નની લાલચ આપીને રાજકોટમાં અલગ અલગ સ્થળે બે વખત મરજી વિરુદ્ધનું દુષ્કર્મ ગુજાર્યું હતું. જો કે રાજકોટથી સુરત ગયા બાદ થોડા દિવસ બાદ તમામ સંબંધો કાપી નાખ્યા હતા. જેથી યુવતી કોઇને કહ્યા વગર સુરત પહોંચી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube