ગૌરવ દવે/ રાજકોટ: રાજકોટમાં (Rajkot) ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે. ત્યારે અકસ્માત (Rajkot Accident) સર્જાતા આસપાસના લોકો એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. રાજકોટ પોલીસે (Rajkot Police) ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટના (Rajkot) 80 ફૂટ રોડ પર RMC ના ડમ્પરે એક્ટિવા ચાલક વૃદ્ધને ઠોકર મારી હતી. રાજોકટના મોહનભાઈ સરવૈયા હોલ નજીક ડમ્પરે એક્ટિવા ચાલકને ઠોકર લાગતા 65 વર્ષીય ભીમભાઈ આહીરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જો કે, એક્ટિવાને ઠોકર મારતા ઘટના સ્થળે લોકોના ટોળા અકત્રિત થયા હતા. ત્યારબાદ એકત્રિત થયેલા લોકોએ અકસ્માતની (Accident) પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને રાજકોટ પોલીસે (Rajkot Police) વધુ તપાસ હાથ ધરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube