ગૌરવ દવે, રાજકોટઃ સૌરાષ્ટ્રમાં હંમેશા પાણીની અછત રહેતી હોય છે. આ વર્ષે ગુજરાતમાં હજુ સુધી સારો વરસાદ થયો નથી. અનેક વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો છે. ઓછા વરસાદને કારણે ખેડૂતો માટે તો મુશ્કેલી ઉભી થઈ છે. પરંતુ હવે રાજકોટ શહેરમાં જળસંકટની સ્થિતિ ઉભી થઈ છે. ચોમાસાની સીઝન ચાલી રહી છે, પરંતુ હજુ સુધી જરૂરીયાત પ્રમાણે વરસાદ થયો નથી અને રાજકોટ માટે ખરાબ સમાચાર આવી રહ્યાં છે. રાજકોટના અનેક ડેમોમાં પાણીનો જથ્થો ઘટી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં જળસંકટ આવવાની શક્યતા
રાજકોટમાં 5 દિવસ બાદ જળસંકટની સ્થિતિ ઉભી થઈ શકે છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં માત્ર પાંચ દિવસ ચાલે એટલું પાણી છે. તો ન્યારી-1 ડેમમાં ઓક્ટોબર સુધી ચાલે એટલું પાણી છે. ભાદર-1 ડેમમાં નવેમ્બર મહિના સુધી ચાલે એટલું પાણી છે. આમ રાજકોટના મુખ્ય ડેમમાં પાણીનો જથ્થો ઘટતા રાજકોટ શહેર પર પાણીના સંકટની સ્થિતિ ઉભી થઈ છે. 


આ પણ વાંચોઃ કોરોના વચ્ચે પારસીઓએ નવા વર્ષ 'પતેતી'ની સાદગીથી કરી ઉજવણી  


હવે નર્મદાના પાણી પર રાખવો પડશે આધાર
રાજકોટ શહેરે ઉનાળાના સમયમાં દર વર્ષે પાણીના સંકટનો સામનો કરવો પડે છે. દર વર્ષે રાજકોટની પ્રજા પાણીની તંગીનો સામનો કરતી હોય છે. પરંતુ આ વખતે ચોમાસાની સીઝનમાં પાણીની સમસ્યા સર્જાય શકે છે. રાજકોટના મહક્વના ડેમોમાં પાણીનો જથ્થો પૂરો થવા આવ્યો છે. હવે રાજકોટની જનતાએ પાણી માટે નર્મદાના નીર પર આધાર રાખવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube