Heart Attack Death : ગુજરાતમાં હાર્ટ એટેક સાયલન્ટ કિલર બની રહ્યાં છે. ગુજરાતમાં હવે હાર્ટએટેકથી મોત વધી રહ્યાં છે. ત્યારે આજે રવિવારનો દિવસ હાર્ટએટેકથી અકાળે થતા મોતનો દિવસ સાબિત થયો છે. આજે ગુજરાતમાં હાર્ટએટેકથી વધુ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. રાજકોટમાં મહિલા અને પુરૂષનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તો સુરતમાં મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ મોતને ભેટી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં બે મોત 
રાજકોટમાં નાની ઉંમરના બે લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં છે. 32 વર્ષીય મહિલાનું કપડા ધોતા ધોતા એટેકથી મોત નિપજ્યુ હતુ. આ ઘટના મવડી ચોકડી બની હતી, જ્યાં મહિલાનું કપડા ધોતા સમયે હાર્ટ એટેકથી મોત થયુ હતું. તો 40 વર્ષીય યુવકનું ભોજન કરતા કરતા મોત નિપજયું છે. રામપીર ચોકડી પાસે યુવકને ભોજન લેતા હાર્ટ એટેક આવ્યો હતો.


સાદું પાણી બની જશે સોમરસ, પાણીની બોટલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરીને પીઓ


સુરતમાં મહિલાના હાર્ટ બેસી ગયું 
સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક થી મોતી નીપજવાના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. બાઈક જતા હોય કે ચાલતા ચાલતા અચાનક હાર્ટ એટેક આવી જવાથી મોત નીપજ્યું રહ્યા છે. જ્યારે વધુ એક કિસ્સો ફરી સામે આવ્યો છે. સુરતમાં 45 વર્ષીય મહિલાને ઊંઘમાં હાર્ટ એટેક આવતા મોતની નીપજ્યું છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ વિષ્ણુ નગરમાં રહેતા મદનલાલ અગ્રહરી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રિ દરમિયાન મદનલાલ ની પત્ની મુન્ની દેવી અચાનક ઊંઘમાંથી ઉટી પડ્યા હતા.અને શ્વાસ લેવામાં તકલીફ હોવાનું પતિનેનજણાવ્યું હતું.પતિ તાત્કાલિક સારવાર અર્થ પત્નીને નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યો હતો.જ્યાં ફરજ હાજર તબીબોએ મહિલાને મૃતક જાહેર કર્યો હતો. મહિલાનું અચાનક હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 


દેવતાઓનું પીણું કહેવાતા સોમરસ બનાવવાની વિધિ ઈતિહાસમાંથી ગાયબ થઈ, આ હતું કારણ


મૃતક મહિલાના પતિ મદનલાલ અગ્રહરિએ જણાવ્યું હતું કે પત્નીને છેલ્લા કેટલા દિવસથી શ્વાસ લેવામાં તકલીફ હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તમામ પ્રકારના મેડિકલ રિપોર્ટ કડાયા હતા, પરંતુ રિપોર્ટ સારા નીકળ્યા હતા. કોઈ પણ પ્રકારની તેમને બીમારી ન હોવાનું સામે આવ્યું હતું. મારી પત્ની એકદમ તંદુરસ્ત હતી. અચાનક જ રાત્રે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે અમે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કર્યા હતા. હાલ તો સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આકસ્માતનો ગુનો નોંધી મહિલાના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.


હસમુખ પટેલની મહેનત રંગ લાવી! વિધ્ન વગર પૂરી થઈ તલાટીની પરીક્ષા, કેવુ રહ્યુ પેપર?