રાજકોટ અને સુરત બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં PUBG ગેમ રમવા પર પ્રતિબંધ
ગુજરાતમાં રાજકોટ, નવસારી, મહિસાગર, અરવલ્લી બાદ અમદાવાદમાં પણ યુવાનોમાં ક્રેઝ બનેલી PUBG પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને પ્રતિબંધ મૂકવાનો ઉલ્લેખ કર્યો છે. આ ગેમ પર પ્રતિબંધ મૂક્યા બાદ અમદાવાદ પોલિસ કમિશનરે જણાવ્યું હતું કે અમદાવાદમાં પણ હવે PUBG ગેમ રમનાર પર કાયદેસરની કાર્યવાહી થશે.
જાવેદ સૈયદ/અમદાવાદ: ગુજરાતમાં રાજકોટ, નવસારી, મહિસાગર, અરવલ્લી બાદ અમદાવાદમાં પણ યુવાનોમાં ક્રેઝ બનેલી PUBG પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને પ્રતિબંધ મૂકવાનો ઉલ્લેખ કર્યો છે. આ ગેમ પર પ્રતિબંધ મૂક્યા બાદ અમદાવાદ પોલિસ કમિશનરે જણાવ્યું હતું કે અમદાવાદમાં પણ હવે જાહેરમાં PUBG ગેમ રમનાર પર કાયદેસરની કાર્યવાહી થશે.
પોલિસ કમિશનરે જાહેરનામામાં જણાવ્યુ છે કે, અમદાવાદમાં યુવાનોને ગેમની અસરથી દૂર રાખવા માટે PUBG અને MOMO ચેલેન્જ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આજે સવારે મહિસાગર જિલ્લાના કલેક્ટર અને નવસારી જિલ્લાના કલેક્ટરે પણ પરિપત્ર બહાર પાડીને આ ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો.
રાજકોટમાં PUBG ગેમ રમાનારાઓનો સપાટો બોલાવાયો, 7 યુવકોને રમતા પકડ્યા
અગાઉ રાજકોટ શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડીને PUBG પર પ્રતિબંધ મૂક્યો હતો. આ જાહેરનામાના થોડા દિવસ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ પ્રતિબંધ મૂકીને પરિપત્ર બહાર પાડ્યો હતો કે યુનિવર્સિટી કેમ્પસમાં આ ગેમ રમનાર પર કાર્યવાહી કરવમા આવશે.
મહત્વનું છે કે, રાજકોટમાં પબજી ગેમ રમનારાઓનો સપાટો બોલાવાયો છે. રાજકોટમાં પ્રતિબંધિત ગેમ પબજી રમનારા એક જ દિવસમાં 7 યુવકોને પકડવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નરના જાહેરનામા બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવે છે અને 7 યુવકોને પબજી ગેમ રમતા ઝડપી પડાયા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 7 યુવકો ઝડપાયા છે.