રાજકોટ અને વડોદરામાં આજે મહાનગરપાલિકાએ ઝીંક્યો પાણીકાપ, જાણો તમારા વોર્ડમાં પાણી આવશે કે નહીં?
રાજકોટ શહેરમાં આજે મહાનગરપાલિકાએ પાણીકાપ ઝીંક્યો છે. હડાળા સમ્પ ખાતે રૂડાને હડાળાથી બેડી તરફ પાઇપલાઇન જોડાણને લઈને શર્ટડાઉનના કારણે પાણીકાપ મૂકાયો છે. આજે રાજકોટ શહેરના 10 વોર્ડમાં પાણી વિતરણ ખોરવાશે.
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં એક બાજુ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે આટલી ગરમીમાં પાણીની જરૂરિયાત વધુ રહે તે સ્વાભાવિક બની જાય છે. ત્યારે રાજકોટમાં આજે કોર્પોરેશન દ્વારા મોટો પાણીકાપ ઝીંકી દેતાં લોકોમાં દેકારો બોલી ગયો છે. આજે શહેરના વોર્ડ નં. 1,2,3,4,5,7,9,10 અને 14 સહિત નવ વોર્ડમાં પાણી નહીં મળે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ શહેરમાં આજે મહાનગરપાલિકાએ પાણીકાપ ઝીંક્યો છે. હડાળા સમ્પ ખાતે રૂડાને હડાળાથી બેડી તરફ પાઇપલાઇન જોડાણને લઈને શર્ટડાઉનના કારણે પાણીકાપ મૂકાયો છે. આજે રાજકોટ શહેરના 10 વોર્ડમાં પાણી વિતરણ ખોરવાશે. જેમાં વોર્ડ નં. 1,2,3,4,5,7,9,10 અને 14માં પાણી નહીં મળે. દરેક વોર્ડના કેટલાક વિસ્તારોમાં પણ આજે પાણીકાપ રહેશે.
પરંતુ AIIMSને પાણીનું કનેક્શન આપવા માટે જોબ વર્ક થશે. AIIMSને પાણીનું કનેક્શન આપવા માટે જોબ વર્ક કરવાનું હોવાથી પાણી કાપ મૂકવામાં આવ્યો છે.
વડોદરામાં બે દિવસ પાણીકાપ
વડોદરામાં નાલંદા ટાંકી વિસ્તારમાં બે દિવસ પાણીકાપ મૂકવામાં આવ્યો છે. આજે સાંજે, ગુરુવારે સવારે નાલંદા ટાંકી વિસ્તારના લોકોને નહિ મળે પાણી. વાઘોડિયા રોડના 50 હજાર લોકોને પાણી નહીં મળે. નાલંદા ટાંકીની પેનલ બદલવાની કામગીરીના પગલે બે દિવસ પાણીકાપ મૂકવામાં આવ્યો છે. કોર્પોરેશન 28 વર્ષ બાદ નાલંદા પાણીની ટાંકીની પેનલ બદલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube