રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં હાલ દિવાળીના પર્વની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ રાજકોટ શહેરમાં અસામાજીક તત્વોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. ગત અઠવાડિયે જ એસ્ટ્રોન ચોક વિસ્તારમાં અલ્ટો કારમાં નીકળેલા બે યુવાનોની ધરપકડ એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અલ્ટો કારમાં સવાર યુવકોએ ચાલુ કારમાંથી ફટાકડા સળગાવી રસ્તા પર ફેંક્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એ ડિવિઝન પોલીસ દ્વારા કાર માલિક તેમજ કારમાં સવાર તેના મિત્રની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ નાસ્તો કરીને એસ્ટ્રોન ચોક તરફ જતા હતા ત્યારે આ પ્રકારનો ગુનાહિત કૃત્ય આચર્યાનું કબુલ્યું હતું.


જો કે લોકોને આ પ્રકારની ઘટનાઓથી જરા પણ નથી શીખી રહ્યા તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં આવો જ વધારે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ઓવર બ્રિજ પર ટુ વ્હીલ પર સવાર યુવાનને ચાલુ વાહને રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે ફરી એકવાર પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે.ચાલુ વાહને આકાશમાં ફટાકડા ફેકી સોશિયલ મીડિયામાં હેપ્પી દિવાળી પર લખ્યું હતું. સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનાર યુવાનની શોધખોળ શરૂ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube