World's Biggest Wedding Card: લગ્ન કોઈ પણ વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વનો પ્રસંગ હોય છે. અને તેને યાદગાર બનાવવા માટે આજના સમયમાં કપલ અવનવા પ્રયોગો પણ કરે છે. ડેસ્ટિનેશન વેડિંગથી લઈને લગ્નની વિધિને અલગ અલગ રીતે કરીને લોકો લગ્નના પ્રસંગને યાદગાર બનાવે છે. તેવામાં સોશિયલ મીડિયા પર હાલ રાજકોટની એક અનોખી કંકોત્રી ચર્ચામાં આવી છે. લગ્નની કંકોત્રી પણ ખૂબ જ ખાસ હોય છે અને લગ્ન કરનાર દરેક યુગલ પોતાની પસંદ અનુસાર કંકોત્રી છપાવે છે. આવી જ રીતે રાજકોટના એક યુવકે પોતાના લગ્નની એવી તો ખાસ બનાવી કે તેના નામે વર્લ્ડ રેકોર્ડ સર્જાઈ ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પાક્કા વેપારી તો સુરતના જ હો.. ખમણ બનાવતા લાગેલા 'લોચા'ને પણ લોકોની દાઢે વળગાળ્યો


રાજકોટમાં રહેતા ધર્મેશ અશોકભાઈ કાળા નામના યુવકના લગ્ન આગામી 7 ડિસેમ્બરે ભારતી નામની યુવતી સાથે થવાના છે. આ બંનેના લગ્ન થાય તે પહેલા જ તેમના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ કંકોત્રીની ખાસ વાત એ છે કે તેના નામે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. વર્લ્ડ રેકોર્ડ સર્જાવાનું કારણ છે કે આ વિશ્વની સૌથી મોટી કંકોત્રી છે. રાજકોટના ધર્મેશભાઈએ 3 બાય 10 ફૂટની મોટી કંકોત્રી જાતે બનાવી છે. આ કંકોત્રીને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળ્યું છે. વિશ્વની સૌથી મોટી કંકોત્રી ધર્મેશભાઈએ આઠ દિવસની સખત મહેનત પછી બનાવી છે. 


આ પણ વાંચો: Rajkot: રાજકોટનું અનોખું મંદિર, અહીં સાવરણી ચઢાવવાની માનતા રાખવાથી ઈચ્છા થાય છે પુરી


આ કંકોત્રી બનાવવામાં પ્લાસ્ટિકના રોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકના રોલ પર કલર કરીને આઠ દિવસની મહેનત પછી આ કંકોત્રી તૈયાર થઈ છે. જોકે આ કંકોત્રી માટે જ નહીં પરંતુ ધર્મેશભાઈ કાળા આ પહેલા પાણી પર રંગોળી બનાવીને પણ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છે. આ સાથે જ તેમણે એક પુસ્તક પણ લખ્યું છે જેનું વિમોચન પણ તેઓ પોતાના લગ્નના એક દિવસ અગાઉ કરશે. 


આ પણ વાંચો:રાજકોટની રક્ષા કરે છે માં આશાપુરા, અહીં દર્શન કરનાર ભક્તોને મળે છે માતાના પરચા


સામાન્ય રીતે લોકો પોતાના લગ્નમાં અવનવા કાર્યક્રમ કરીને યાદગાર બનાવે છે. પરંતુ ધર્મેશભાઈએ તેના લગ્નમાં પુસ્તક વિમોચન, અંગદાનના સંકલ્પ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખી સમાજમાં એક ઉદાહરણ પુરુ પાડ્યું છે.