રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યું અંગે ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુશ્બુ કાનાબારે પહેલા રવિરાજસિંહની હત્યા કરી હતી અને પછી તેણે આપઘાત કરી લીઘો હોવાના રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. રવિરાજને ખુશ્બૂએ 4 ફૂટ દૂરથી ગોળી મારી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે, કે જ્યારે ખુશ્બૂના શરીરમાંથી મળેલ ગોળી પોઇન્ટ બ્લેન્કની હતી. અને ખુશ્બૂએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યો હોવાનુ આવ્યું સામે છે. ખુશ્બૂના હાથ અને કપડાં પરથી ગન પાવડર પણ મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડા પરથી ગન પાવડર નથી મળી આવ્યો.


મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલ ની ગોળીથી વીંધાયેલ લાશ મળવા મામલે રાજકોટ DCP ઝોન 2 મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ખુલાસો કર્યો કે, 11 તારીખના રોજ આ ઘટના બની હતી. જે એંગેના FSL રિપોર્ટ સામે આવ્યો છે. ASI ખુશ્બૂ કાનાબારએ રવિરાજસિંહની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી હોવાનું એફએસએલ રિપોર્ટમાં સામે આવ્યું છે. 


છેલ્લા 9 મહિનાથી મહિલા ASI અને કોન્સ્ટેબલ રવીરાજસિંહ જાડેજા બન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. બન્ને વચ્ચે રોજ તકરાર અને બોલાચાલી થતી હતી. રવિરાજને ડાબા લમણેથી જમણા લમણેથી ગોળી પાર નીકળી હતી. ખુશ્બૂને જમણાથી ડાબી તરફ ગોળી પાર નીકળી હતી. કુલ ચાર રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રથમ ગોળી રવિરાજને લાગી બાદમાં બે રાઉન્ડ મિસ ફાયર થયા અને ચોથી ગોળી ખુશ્બૂએ મારી આત્મહત્યા કરી હતી.


ASI-કોન્સ્ટેબલની લવસ્ટોરીના લોહિયાળ અંજામ બાદ રાજકોટ પો. કમિશનરનો આદેશ, સર્વિસ રિવોલ્વર ઘરે નહિ લઈ જવી


જુઓ LIVE TV:



ઉલ્લેખનીય છે કે, રાજકોટના 150 ફૂટ રોડ પાસે એક એપાર્ટમેન્ટમાં એક મહિલા એએસઆઈ અને કોન્સ્ટેબલ એકસાથે રહેતા હતા. બંનેનો મૃતદેહ લમણે ગોળી મારેલો મળી આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર રાજકોટમાં વિવિધ વાતો વહેતી કરી હતી. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાયો હતો. તો અગાઉ પણ સર્વિસ રિવોલ્વરથી આપઘાત અને હત્યા બનાવો બની ચૂક્યા છે.